Short News

ઘરના પ્રવેશ દ્વાર પર ક્યારે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી શકાય?

ઘરના પ્રવેશ દ્વાર પર ક્યારે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી શકાય?

હિંદુ માન્યતાઓ મુજબ ભગવાન ગણેશની પ્રતિમાને ઘરના પ્રવેશ દ્વાર પર લગાવવી શુભ માનવામાં આવે છે. ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ કે ઉત્તર દિશામાં હોય તો જ મુખ્ય દ્વાર પર ગણેશજીની પ્રતિમા લગાવવી જોઈએ. મુખ્ય દ્વાર પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોય તો મૂર્તિ ન લગાવવી. મૂર્તિ ઘરની બહાર લગાવવાની હોય તો ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ અને ઘરની અંદર લગાવવાની હોય તો જમણી બાજુએ હોવી જોઈએ.
PM મોદી સોમવારથી જશે રશિયા યાત્રા પર

PM મોદી સોમવારથી જશે રશિયા યાત્રા પર

PM નરેન્દ્ર મોદી સોમવારે રશિયાની યાત્રા પર જઈ રહ્યા છે. આ તેમની રશિયાની આ પહેલી યાત્રા નથી પણ આ યાત્રા બાકી યાત્રાઓથી અલગ રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે. રશિયામાં ભારતના રાજદૂત પકંજ સારને જણાવ્યું કે, ફરી રાષ્ટ્રપતિ પસંદ કરાયાના 2 અઠવાડિયાની અંદર વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતમાં 'કોંગ્રેસ આપના દ્વારે' અભિયાનનો પ્રારંભ

ગુજરાતમાં 'કોંગ્રેસ આપના દ્વારે' અભિયાનનો પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે સંગઠનને મજબૂત કરવા માટે નવા નવા અભિયાનોની શરૂઆત કરી રહ્યું છે. કોંગ્રેસે 'કોંગ્રેસ આપના દ્વારે' ના નામથી એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તે ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે. અભિયાનમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, નેતા વિપક્ષ અને ધારાસભ્યો પણ જોડાશે. મહત્વનું છે કે કોંગ્રેસ આ કાર્યક્રમને 48 વોર્ડમાં યોજાશે. વોર્ડ ફાળવી દેવામાં આવ્યા છે.
આ છે ભારતની પહેલી પિતા વિનાની બાળકી

આ છે ભારતની પહેલી પિતા વિનાની બાળકી

તવિશી પેરારા કદાચ ભારતની પહેલી ‘પિતા વિનાની દીકરી' તરીકે ઓળખાશે. મદ્રાસ હાઈકોર્ટે પ્રશાસનને બર્થ સર્ટિફિકેટમાં પિતાના નામની કોલમ ખાલી રાખવાનો આદેશ આપતા તવિશીના સર્ટિમાં પિતાના નામનો ઉલ્લેખ નહીં હોય. તવિશીની માતા માટે આ ચુકાદા સુધી પહોંચવું સરળ નહોતુ. દીકરીને પિતાના નામ વિનાનું બર્થ સર્ટિફિકેટ અપાવવા માટે મધુમિતા રમેશે બે વાર અદાલતમાં દાવો માંડવો પડ્યો હતો.