Short News

SA vs IND: આજે પોર્ટ એલિઝાબેથમાં 5મી વન ડે, ઈતિહાસ રચવા ભારતીય ટીમ મેદાને

SA vs IND: આજે પોર્ટ એલિઝાબેથમાં 5મી વન ડે, ઈતિહાસ રચવા ભારતીય ટીમ મેદાને

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન ડે શ્રેણીની આજે 5મી મેચ પોર્ટ એલિઝાબેથમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.છેલ્લા 26 વર્ષ દરમિયાન પોર્ટ એલિઝાબેથમાં ભારત કુલ 5 મેચ રમ્યું છે. જેમાં 4 મેચમાં સાઉથ આફ્રિકા અને 1 મેચમાં કેન્યા સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે વિરાટ કોહલીની આગેવાની હેઠળ આ પરંપરા તુટે તેવી શક્યતા છે.
આગામી મહિનાથી આ કાર થશે મોંઘી જાણો ભાવ વધારો કરાયો

આગામી મહિનાથી આ કાર થશે મોંઘી જાણો ભાવ વધારો કરાયો

આગામી મહિનાથી સ્કોડા કંપનીની કારમાં ભાવ વધારો આવશે. કંપનીએ કિંમતોમાં વધારો ઝિંકવા માટે બજેટમાં વધારવામાં આવેલી કસ્ટમ ડ્યુટીને જવાબદાર ઠેરવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, માર્ચથી તમામ મોડલની કિંમતમાં 1 ટકા સુધીનો વઘારો કરાશે. તેની સાથે જ 10 હજાર રૂપિયાને બદલે 35 હજાર રૂપિયા થઈ જશે. સ્કોડા બાદ અન્ય કાર કંપનીઓ પણ કારની કિંમતો વધારી શકે છે.
ટંકારા હાઈવે પર એસટી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2નાં મોત

ટંકારા હાઈવે પર એસટી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. 2નાં મોત

મોરબીના ટંકારા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયાની જાણકારી મળી છે. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે તેમજ એક વ્યક્તિને ઈજા થતા નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફિલ્મ કિક-2માં સલમાન જોવા મળશે આ અભિનેત્રી સાથે

ફિલ્મ કિક-2માં સલમાન જોવા મળશે આ અભિનેત્રી સાથે

તાજેતરમા કિક-2નું જાહેરાત થઈ છે. જેમાં સલમાન ખાન ફરી એક્શન અવતારમાં જોવા મળશે. જો કે ફર્નાન્ડિઝનું પત્તુ કપાઇ ગયું છે તેની જગ્યાએ એમી જેક્શનનું નામ ચર્ચાઈ રહ્યું છે.સલમાન એમીની સાથે પડદા પર દેખાશે, સાજિદ નડિયાદવાળાએ થોડા દિવસ અગાઉ જ આવનારી ફિલ્મ કિક-2ની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે.