Short News

BCCI ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ક્યાંય શ્રીસંતને ક્રિકેટ રમવા દેવાય

BCCI ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ક્યાંય શ્રીસંતને ક્રિકેટ રમવા દેવાય

આઈપીએલ સ્પોર્ટ ફિક્સિંગમાં ફસાયેલ ક્રિકેટર એસ. શ્રીસંત ગમે તે સ્થિતિમાં ક્રિકેટ મેદાન પર વાપસી કરે તે બીસીસીઆઈ ઈચ્છતું નથી. દિલ્હીની અદાલતે ભલે પુરાવાઓના અભાવના કારણે શ્રીસંતને ક્લિનચીટ આપી દીધી હોય પરંતુ બીસીસીઆઈ ભારત જ નહી પકરંતુ કાઉન્ટી ક્રિકેટમાં પણ શ્રીસંતના રમવાના વિરૂદ્ધમાં છે. તેમણે કહ્યું, આ માત્ર કાનૂની વાત નથી તેની સાથે BCCIના નિયમના પ્રશ્ન છે.
ગુજરાતમાં ધોરણ 3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા વાંચી નથી શકતા

ગુજરાતમાં ધોરણ 3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા વાંચી નથી શકતા

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું કે, ગુજરાતમાં ધોરણ-3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ - 5ના 41 ટકા વિદ્યાર્થીઓ 1000થી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ 3,5 અને 8ના 40 ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાના જવાબ આપી શકતા નથી. ધોરણ-3ના 50 ટકા, ધોરણ 5માં 53 ટકા શિક્ષકો ભણ્યા હોય તેનાથી જુદો વિષય ભણાવે છે.
અલ્પેશ ઠાકોરંને ટક્કર આપવા ઠાકોર સમાજનું નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યું

અલ્પેશ ઠાકોરંને ટક્કર આપવા ઠાકોર સમાજનું નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યું

ગુજરાતમાં ઠાકોર સેનાની મદદથી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરને ટક્કર આપવા માટે હવે ક્ષેત્રિય ઠાકોર સેના સંઘ નામનું નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. નવા સંગઠનમાં અલ્પેશના સાથીદાર સહિત હોદ્દેદારો જોડાતાં ઠાકોર સેનામાં ગાબડું પડ્યું છે. હવે ભાજપ દ્વારા અલ્પેશની ઠાકોર સેના સામે ઠાકોર સમાજનું નવું સંગઠન ઉભું કરાયું, તેના પ્રમુખ તરીકે જુગલજી ઠાકોરની વરણી થઇ છે.
પાકિસ્તાન સરકાર 120 વર્ષ જૂના હિન્દુ મંદિરની કાયાપલટ કરશે

પાકિસ્તાન સરકાર 120 વર્ષ જૂના હિન્દુ મંદિરની કાયાપલટ કરશે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે.