Short News

CWG 2018ની પૂર્ણાહૂતિ : 66 પદકોની સાથે ભારત ત્રીજા સ્થાને

CWG 2018ની પૂર્ણાહૂતિ : 66 પદકોની સાથે ભારત ત્રીજા સ્થાને

આજે 21માં કોમનવેલ્થ ગેમ્સ 2018ની પૂર્ણાહૂતિ થઇ છે. CWG 2018માં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવામાં ત્રીજા નંબરે આવ્યાં છે. ગોલ્ડ કોસ્ટમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા છે. જેમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે. ઓસ્ટ્રેલિયા પાસે 80 ગોલ્ડ અને ઇંગલેન્ડમાં 44 ગોલ્ડ જીતીને ક્રમશ: પહેલા અને બીજા સ્થાન પર છે.
દેવભૂમિ દ્વારકાઃ નરાધમે 3 વર્ષની બાળકીને પીંખી નાખી

દેવભૂમિ દ્વારકાઃ નરાધમે 3 વર્ષની બાળકીને પીંખી નાખી

દ્વારકા તાલુકાના કુરૂંગા નજીક આવેલા આરએસપીએલ કેમ્પની અંદર આવેલી મજૂર કોલોનીમાં સોમવારે બપોરે મજૂર મહિલા 20 મિનિટ માટે 3 વર્ષની બાળકીને મૂકીને શૌચક્રિયા માટે ગઈ હતી. દરમિયાન કોઈ અજાણ્યા નરાધમે બાળકીની એકલતાનો લાભ લઈ બાળકીને પંખી નાખી હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખેસેડવામાં આવી હતી.
અબજો વર્ષ પહેલા મંગળ પર હતુ પાણી, અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

અબજો વર્ષ પહેલા મંગળ પર હતુ પાણી, અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

અમેરિકન વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહની સપાટી પર લાંબી તિરાડોનો અભ્યાસ કરવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવર દ્વારા 2017ની શરૂઆતમાં આવી હતી. તિરાડોના અભ્યાસ બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે મંગળનાં તમામ તળાવો આશરે 3.5 અબજ વર્ષો પહેલા સુકાઇ ગયા હતા. ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હજુ ઘણી માહિતીઓ પ્રાપ્ત થવાની બાકી છે.
રાજકોટમાં આંગડિયા કર્મચારી પર હુમલો કરી 20 લાખની મતાની લૂંટ

રાજકોટમાં આંગડિયા કર્મચારી પર હુમલો કરી 20 લાખની મતાની લૂંટ

રાજકોટમાં લીમડા ચોકમાં આંગડીયા પેઢીના બે કર્મચારીઓમાંથી એક ને બસમાં ચડતી વેળાએ ધક્કો મારી 4 શખ્સો રૂપિયા 20 લાખની મત્તાના હીરા અને સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. સોરઠિયા વાડી નજીક પવનપુત્ર ચોકમાં આવેલી અક્ષર આંગડિયા પેઢીના બે કર્મચારીઓ સુરત મોકલવાનો 20 લાખનો મદ્દામાલ લઈને શાસ્ત્રી મેદાન પાસે ઊભા હતા તે દરમિયાન ઘટના બની હતી.