Short News

આ ભારતીય બોલરની બોલિંગથી દર્શકો ચોંકી ગયા

આ ભારતીય બોલરની બોલિંગથી દર્શકો ચોંકી ગયા

હાલ ભારતની A ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસ પર છે. ત્યારે ટીમના યુવાન બોલર રજનીશ ગુરબાનીની શાનદાર બોલિંગ જોઈને દર્શકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. હાલ આ ખેલાડીની બોલિંગનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. મેચ દમિયાન 34મી ઓવરના 5મા બોલ પર રજનીશે ફેંકેલો બોલ જોઈ બેસ્ટમેન ચોંકી ગયો હતો. આ બોલ બેટને અડક્યા વગર એટલો બહાર નિકળ્યો કે દર્શકો ચોંકી ગયા.
જાણો, ભારત સામે ત્રીજી વન-ડે દરમિયાન રૂટે એવું તે શું કર્યુ કે થયો અફસોસ

જાણો, ભારત સામે ત્રીજી વન-ડે દરમિયાન રૂટે એવું તે શું કર્યુ કે થયો અફસોસ

ભારત વિરુદ્ધ રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં રૂટે અણનમ સદી ફટકારી ઈંગ્લેન્ડને 2-1થી સિરીઝ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. પરંતુ પોતાને એક બાબત પર અફસોસ વ્યક્ત કર્યો છે. રૂટે સદી ફટકાર્યા બાદ ગાયકની જેમ ગીત ગાય માઈકને છોડે તે રીતે બેટને છોડી દીધુ હતુ. રૂટનું કહેવું છે કે, આ હરકત બાદ તરત મને અફસોસ થયો હતો. જે મારી સૌથી નિરાશાનજનક હરકત હતી.  
આખરે અમદાવાદ અને ઉતર ગુજરાતમાં મેઘાએ કરી મહેર

આખરે અમદાવાદ અને ઉતર ગુજરાતમાં મેઘાએ કરી મહેર

છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મેઘ મહેરે હવે મેઘ કહેરનું રૂપ ધારણ કરી લીધુ છે. તો બીજી બાજુ અમદાવાદ અને ઉતર ગુજરતમાં કંઈ ખાસ વરસાદ પડ્યો નથી. જો કે ગુરુવારે અંબાજી, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 1 થી માંડી 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત અમદાવાદમાં મોડી સાંજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો.
વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડના પુત્રી સરલાદેવીનું 83 વર્ષે અવસાન

વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડના પુત્રી સરલાદેવીનું 83 વર્ષે અવસાન

મહારાષ્ટ્રના સાવંતવાડીનાં રાજમાતા અને વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડનાં પુત્રી સરલાદેવી ગાયકવાડનું 83 વર્ષની ઉંમરે 18મી જુલાઈએ બુધવારે રાત્રે નિધન થયુ છે. તેણે 1951માં સાવંતવાડીના મહારાજા શિવરામ ભોંસલે સાથે લગ્ન કર્યા હતા અને મહારાણી બન્યા હતા. તેઓએ ગંજીફા બનાવવાની હસ્તકલાને સાવંતવાડીમાં ભારે પ્રોત્સાહન આપ્યું હતું.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more