Short News

INDvAFG: લંચ બ્રેક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 158 રન

INDvAFG: લંચ બ્રેક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 158 રન

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાય રહેલી અફઘાનિસ્તાન અને ઈન્ડિયા વચ્ચેની એક માત્ર ટેસ્ટ મેચ રમાય રહી છે. ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી વિના વિકેટે 27 ઓવરમાં 158 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ તરફથી ઓપનિંગમાં ઉતરેલા શિખર ધવને આક્રમક બેટિંગ કરતા 104 રન તેમજ મુરલી વિજયે 41 રન પર રમી રહ્યા છે.
જાણો : જૂન 22, 2018નું રાશિફળ

જાણો : જૂન 22, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
ગુજરાતમાં 26 જૂન બાદ ચોમાસુ બેસવાની શક્યતા : હવામાન વિભાગ

ગુજરાતમાં 26 જૂન બાદ ચોમાસુ બેસવાની શક્યતા : હવામાન વિભાગ

હવામાન ખાતાએ પહેલાં આગાહી કરી હતી કે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું બેસી જશે કારણ કે કેરળમાં મેના છેલ્લા સપ્તાહમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારબાદ 15 જૂન અને પછી 20 જૂનની તારીખ આવી હતી. હવે હવામાન ખાતાએ ફરી નવી મુદત આપી છે અને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ચોમાસાના આગમનના કોઈ એંધાણ નથી અને 26 જૂનની આસપાસ વરસાદ પડી શકે છે.
Facebookનું આ ફિચર વાપરવા માટે ચુકવવો પડશે ચાર્જ !

Facebookનું આ ફિચર વાપરવા માટે ચુકવવો પડશે ચાર્જ !

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક હવે કેટલાંક ગ્રુપ્સ માટે સબસ્ક્રીપ્શન ચાર્જ ફિચર લૉન્ચ કરવા જઇ રહ્યું છે. આ એક્ટિવ ગ્રુપમાં સામેલ થવા અથવા ગ્રુપના કન્ટેન્ટને એક્સેસ કરવા માટે તમારે મહિનાના 340 રૂપિયાથી લઇને 2,044 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. આ મેમ્બરશિપ ફીની શરૂઆતમાં ફક્ત ભોજન બનાવતા અને ઘરને સાફ કરનારા ગ્રુપ માટે હશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more