Short News

IND vs AFG: ટેસ્ટ મેચમાં વરસાદ બન્યો વિલન, ભારતનો સ્કોર 264/1

IND vs AFG: ટેસ્ટ મેચમાં વરસાદ બન્યો વિલન, ભારતનો સ્કોર 264/1

હાલ બેંગાલૂરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાય રહી છે. ત્યારે વારંવાર આવતો વરસાદ ક્રિકેટરો અને દર્શકો માટે વિલન સાબિત થયો છે. હાલ પ્રથમ બેટિંગ માટે ઉતરનાર ટીમ ઈન્ડિયાએ 48 ઓવરમાં એક વિકેટના નુકસાને 264 રન બનાવી લીધા છે. શિખરે 96 બોલમાં 107 રન બનાવ્યા હતા. જો કે ત્યાર બાદ વરસાદ આવતા મેચ બંધ કરાઈ હતી.       
જૂન 22, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

જૂન 22, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.14 પૈસાના ઘટાડા સાથે રૂપિયા 75.33 થઇ ગઈ છે. ગઇ કાલે 21 જૂન, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.11 પૈસાનો ઘટાડો થતા રૂપિયા 75.47 પ્રતિલીટર થઇ હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
જાણો : જૂન 22, 2018નું રાશિફળ

જાણો : જૂન 22, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
ગુજરાતમાં 26 જૂન બાદ ચોમાસુ બેસવાની શક્યતા : હવામાન વિભાગ

ગુજરાતમાં 26 જૂન બાદ ચોમાસુ બેસવાની શક્યતા : હવામાન વિભાગ

હવામાન ખાતાએ પહેલાં આગાહી કરી હતી કે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું બેસી જશે કારણ કે કેરળમાં મેના છેલ્લા સપ્તાહમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારબાદ 15 જૂન અને પછી 20 જૂનની તારીખ આવી હતી. હવે હવામાન ખાતાએ ફરી નવી મુદત આપી છે અને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ચોમાસાના આગમનના કોઈ એંધાણ નથી અને 26 જૂનની આસપાસ વરસાદ પડી શકે છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more