Short News

IPL 2018 : Match 12 : KXIP vs  CSK : પંજાબે ચેન્નાઇને આપ્યો 198 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 12 : KXIP vs CSK : પંજાબે ચેન્નાઇને આપ્યો 198 રનનો ટાર્ગેટ

IPL 11ની 12મી મેચમાં આજે પંજાબના ચંદીગઢમાં કિંગ્સ ઇવેલન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઇ છે. આ મેચમાં ચેન્નાઇએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા છે. હવે ચેન્નાઇ 198 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરશે.
પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

હાલ પીએમ મોદી ચીનના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ ચીન પહોંચી ગયા છે. ચીનના વુહાન એરપોર્ટ પર પીએમને વિદેશ મંત્રાલયનાં આસિસ્ટન્ટ મિનિસ્ટર કોંગ જુઆગયૂ, ના મંત્રીઓએ રિસીવ કર્યા હતા. રવાના થયા પહેલા મોદીએ ટ્વિટ કર્યુ હતુ કે, હું ચીનનાં વુહાનની યાત્રા પર જઇ રહ્યો છું. જ્યાં 27-28 એપ્રીલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક શિખર બેઠક થશે.
બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

કહેવાય છે ને કે રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય? માહિતી મળી છે કે બે મહિના અગાઉ ભાભર પોલીસ મથકે પોતાના સાસરિયા વિરૂધ્ધ એક મહિલા ફરિયાદ આપવા ગઈ હતી પરંતુ ત્યાં એક PSI સહિત બે પોલીસકર્મીએ તેણીની છેડછાડ કરી નીચે પછાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ બુમાબુમ કરી બહાર નીકળી જતા તે બચી ગઈ હતી.
રાહુલ ગાંધીના વિમાનના ઉડ્ડયન વેળાએ ખામી સર્જાતા તપાસની માંગ કરાય

રાહુલ ગાંધીના વિમાનના ઉડ્ડયન વેળાએ ખામી સર્જાતા તપાસની માંગ કરાય

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે હુબલી પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં બે કલાકની ઉડાન દરમિયાન કોઇ અસ્પષ્ટ ટેક્નિકલ ખામી સામે આવી હતી. વિમાન આંતરિક ખામીના લીધે ધ્રુજવા લાગ્યુ હતુ તેમજ હુબલી એરપોર્ટ ઉપર વિમાનનું લેન્ડિગ એટલુ ખરાબ થયુ કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જે અંગે સુરક્ષાને ધ્યાને રાખતા કોંગ્રેસી નેતાઓએ તપાસની માંગ કરી છે.