Short News

આ ભારતીય ક્રિકેટરે ક્રિકેટમાંથી નિવૃતી કરી જાહેર

આ ભારતીય ક્રિકેટરે ક્રિકેટમાંથી નિવૃતી કરી જાહેર

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે શુક્રવારના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. 37 વર્ષીય મહોમ્મદ કૈફ 13 ટેસ્ટ, 125 વન ડે રમ્યો હતો. પોતાના રિટાયર થયાની માહિતી કૈફ એ ઇ-મેલ દ્વારા આપી છે. તેણે મેલમાં લખ્યુ છે કે હું ફર્સ્ટ કલાસ ક્રિકેટના તમામ ફોર્મેટથી રિટાયર થઇ રહ્યો છું. કૈફે ભાવુક થઈ લખ્યુ હતુ કે ભારત માટે રમવુ મારા માટે ખુશીની વાત છે.  
જાન્યુઆરી 2019માં યોજાશે લોકસભા ચૂંટણી?

જાન્યુઆરી 2019માં યોજાશે લોકસભા ચૂંટણી?

18 જુલાઈ બુધવારથી શરુ થતું ચોમાસુ સત્ર લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું અંતિમ સંસદ સત્ર હોઇ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઉપરાંત મિઝોરમમાં રાજ્ય સરકારનો કાર્યકાળમાં જાન્યુઆરી 2019માં પૂર્ણ થશે. મે-2019માં કેન્દ્રની સરકારનો કાર્યકાળ સમાપ્ત થશે. અટકળો છે કે, કેન્દ્ર સરકાર આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભા ચૂંટણી કરાવી શકે છે.
યામાહાએ Cygnus Ray ZRની ‘Street Rally’ એડિશન કરી લોન્ચ

યામાહાએ Cygnus Ray ZRની ‘Street Rally’ એડિશન કરી લોન્ચ

જાપાનની ટૂ-વ્હીલર નિર્માતા કંપની યામાહાએ નવા Cygnus Ray ZR 'Street Rally' એડિશન સ્કૂટરને ભારતમાં લોન્ચ કરી દીધુ છે. કંપનીએ આ નવા વેરિયેન્ટની દિલ્હી એક્સશોરૂમ પ્રમાણે કિંમત 57,898 રૂપિયા રાખી છે. આ સ્કૂટરમાં 113 સીસી, એર કૂલ્ડ બ્લૂ કોર એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ સ્કુટર પ્રતિલીટર 66 કિમીની એવરેજ આપી શકે છે.
મુંબઈની એમબીબીએસ ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી મોક્ષના માર્ગે

મુંબઈની એમબીબીએસ ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી મોક્ષના માર્ગે

મુંબઈની એમબીબીએસ ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી તમામ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરી મોક્ષના માર્ગ તરફ પ્રયાણ કરાવા જઈ રહી છે. જી હા, ડો. હીના હિંગડે 18 જુલાઈના રોજ દીક્ષા અંગીકાર કરશે. ત્યારે હીના હિંગડેનો આજે વર્ષીદાન વરઘોડો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હીનાનો પરિવાર સુરત રહે છે. તે સાધ્વી વિવેકમાલા શ્રીજી ના હાથે દીક્ષા ગ્રહણ કરશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more