Short News

રાજસ્થાન રોયલે શેન વૉર્નને બનાવ્યો મેન્ટર

રાજસ્થાન રોયલે શેન વૉર્નને બનાવ્યો મેન્ટર

રાજસ્થાન રોયલે સોમવારે ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્પીનર શેન વૉર્નને પોતાના મેન્ટર ઘોષિત કર્યા છે. વૉર્ન IPL 2018 માટે રાજસ્થાન રૉયલ સાથે સંકળાયા છે. આ પ્રસંગે વૉર્ને ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં જણાવ્યું કે મારી ક્રિકેટ સફરમાં રાજસ્થાન રૉયલનું ખાસ સ્થાન છે. તેમના પ્રેમથી હું અભિભૂત છું.
બાલ ઠાકરે ની ભુમિકામાં નવાજુદ્દીન જ છે શિવસેનાની પહેલી અને આખરી પસંદ

બાલ ઠાકરે ની ભુમિકામાં નવાજુદ્દીન જ છે શિવસેનાની પહેલી અને આખરી પસંદ

નવાજુદ્દીન પોતાની આગામી ફિલ્મ બાલ ઠાકરેને લઈ ભારે ચર્ચામાં છે, આપને જણાવી દઈએ કે જ્યારે ફિલ્મને બનાવવાની ચર્ચા થઈ રહી હતી ત્યારથી નવાજનું નામ સામે આવી રહ્યું છે. તેને લઈ પાર્ટીના અને સામના સમાચાર ના સંપાદક સંજય રાઉત નિવેદન આપતા કહ્યું હતું કે, ફિલ્મને લઈ મારી પહેલી પસંદ માત્ર નવાજુદ્દીન સિદ્દીકી જ હતા.
સામાજીક કાર્યકરના ભનુભાઈના મોત બાદ દલિતોમાં ભભૂક્યો રોષ

સામાજીક કાર્યકરના ભનુભાઈના મોત બાદ દલિતોમાં ભભૂક્યો રોષ

ભાનુભાઈ વણકરની મોતના પડઘા રાજ્યભરમાં દેખાઈ રહ્યા છે. જેને પગલે દલિત સમાજના લોકોએ ધાંગ્રધા-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પાટણમાં દલિત સામાજિક કાર્યકર્તા ભાનુભાઈ વણકરના આત્મહત્યાના મામલે દલિત સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો છે. દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
પાકિસ્તાની આ કોર્ટનો ચુકાદો સાંભળી તમે ચોંકી જશો

પાકિસ્તાની આ કોર્ટનો ચુકાદો સાંભળી તમે ચોંકી જશો

પાકિસ્તાનના પંજાબમાં સાત વર્ષની બાળકીની બળાત્કાર અને હત્યાની હૃદય કંપાવી દે તેવા કેસમાં લાહોર હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે આરોપીને દોષિત બળાત્કારીની ચાર વખત મોતની સજા મળવી જોઇએ તેવું કહ્યું. કોર્ટે આ કેસમાં બે મહિનાની અંદર જ નિર્ણય સંભળાવ્યો છે. ફાંસીની સજા સિવાય 25 વર્ષ જેલની સજા પણ સંભળાવી છે. સાથો સાથ 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.