Short News

રોટરડમ ઓપનમાં વાવરિંકા પહેલા જ રાઉન્ડમાં બહાર

રોટરડમ ઓપનમાં વાવરિંકા પહેલા જ રાઉન્ડમાં બહાર

ત્રણ વાર ગ્રાન્ડસ્લેમ વિજેતા સ્ટેન વાવરિંકા રોટરડમ ઓપનના પહેલા જ રાઉન્ડમાં હોલેન્ડના ટાલોન ગ્રિક્સપૂર સામે 4-6, 6-3, 6-2 થી હારીને બહાર થઈ ગયા છે. સ્ટેને પહેલા સેટ પર જીત મેળવી હતી પરંતુ, તે પછીના બંને સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 32 વર્ષીય વાવરિંકા 2015માં રોટરડમમાં વિજેતા રહી ચુક્યા છે. 
IPL 11 : Match 21 : RR v MI : રાજસ્થાને મુંબઇને 3 વિકેટે હરાવ્યું

IPL 11 : Match 21 : RR v MI : રાજસ્થાને મુંબઇને 3 વિકેટે હરાવ્યું

IPL 11ની 21મી મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાને મુંબઇને 3 વિકેટે માત આપી છે. મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. રાજસ્થાને 168 રનના ટાર્ગેટનો પીછો કરતા માત્ર 19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો હતો.
IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11 : Match 21 : RR v MI : મુંબઇએ રાજસ્થાનને આપ્યો 168 રનનો ટાર્ગેટ

IPL 11ની 21મી મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. રાજસ્થાન 168 રનના ટાર્ગેટનો પીછો કરશે. મુંબઈ ઈન્ડીયન્સ રાજસ્થાન વિરુદ્ધ પોતાની જીત બરકરાર રાખવા પ્રયત્ન કરશે. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈની આ સિઝનમાં શરૂઆત ગણી ખરાબ રહી છે.
જામનગરમાં જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરિકનાં મોત, એક સારવાર હેઠળ

જામનગરમાં જહાજમાં ગેસ ગળતર, બે વિદેશી નાગરિકનાં મોત, એક સારવાર હેઠળ

જામનગર નજીક નવલખી બંદર પાસે એક જહાજમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. અહીં ગેસ ગળતરના કારણે વિદેશી નાગરિકોનાં મોત નિપજ્યા છે, જ્યારે એકને અસર થતાં હાલત ગંભીર છે. જે જહાજમાં ગેસ ગળતરીની ઘટના બની તે વિદેશી જહાજ હતું. માર્ચ મહિનામાં આવી જ એક ઘટના અલંક શીપ યાર્ડમાં બની હતી.