Short News

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે ની ટી20 સિરિઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે ની ટી20 સિરિઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચોની વન ડે સિરિઝ પોતાને નામે કર્યા બાદ અંતિમ મેચમાં હારનો સામનો કર્યો હતો. પરંતુ હારને પાછળ છોડી ટીમ હાલ ટી20માં પોતાનું અભિયાન જીતથી શરૂ કરવા માટે તૈયાર છે. અંતિમ વન ડે મેચમાં અસફળતા પછી ભારતીય ટીમ મુખ્ય ખેલાડીઓ પર નિર્ભર રહેશે. જે પોતાની ઈનિંગની મજબૂત શરૂઆત કરાવે.
બાલ ઠાકરે ની ભુમિકામાં નવાજુદ્દીન જ છે શિવસેનાની પહેલી અને આખરી પસંદ

બાલ ઠાકરે ની ભુમિકામાં નવાજુદ્દીન જ છે શિવસેનાની પહેલી અને આખરી પસંદ

નવાજુદ્દીન પોતાની આગામી ફિલ્મ બાલ ઠાકરેને લઈ ભારે ચર્ચામાં છે, આપને જણાવી દઈએ કે જ્યારે ફિલ્મને બનાવવાની ચર્ચા થઈ રહી હતી ત્યારથી નવાજનું નામ સામે આવી રહ્યું છે. તેને લઈ પાર્ટીના અને સામના સમાચાર ના સંપાદક સંજય રાઉત નિવેદન આપતા કહ્યું હતું કે, ફિલ્મને લઈ મારી પહેલી પસંદ માત્ર નવાજુદ્દીન સિદ્દીકી જ હતા.
સામાજીક કાર્યકરના ભનુભાઈના મોત બાદ દલિતોમાં ભભૂક્યો રોષ

સામાજીક કાર્યકરના ભનુભાઈના મોત બાદ દલિતોમાં ભભૂક્યો રોષ

ભાનુભાઈ વણકરની મોતના પડઘા રાજ્યભરમાં દેખાઈ રહ્યા છે. જેને પગલે દલિત સમાજના લોકોએ ધાંગ્રધા-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પાટણમાં દલિત સામાજિક કાર્યકર્તા ભાનુભાઈ વણકરના આત્મહત્યાના મામલે દલિત સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો છે. દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
પાકિસ્તાની આ કોર્ટનો ચુકાદો સાંભળી તમે ચોંકી જશો

પાકિસ્તાની આ કોર્ટનો ચુકાદો સાંભળી તમે ચોંકી જશો

પાકિસ્તાનના પંજાબમાં સાત વર્ષની બાળકીની બળાત્કાર અને હત્યાની હૃદય કંપાવી દે તેવા કેસમાં લાહોર હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે આરોપીને દોષિત બળાત્કારીની ચાર વખત મોતની સજા મળવી જોઇએ તેવું કહ્યું. કોર્ટે આ કેસમાં બે મહિનાની અંદર જ નિર્ણય સંભળાવ્યો છે. ફાંસીની સજા સિવાય 25 વર્ષ જેલની સજા પણ સંભળાવી છે. સાથો સાથ 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.