Short News

વીમેન્સ T20 : ભારતે SAને 7 વિકેટે હરાવ્યું

વીમેન્સ T20 : ભારતે SAને 7 વિકેટે હરાવ્યું

બોલર્સના ઉમદા પ્રદર્શન બાદ કેપ્ટન અને ઓપનિંગ ખેલાડી મિતાલી રાજ(રન 54)ની અણનમ અડધી સદીની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને પહેલી ટ્વેન્ટી 20 ઇન્ટરનેશનલ મેચમાં સાત વિકેટથી હરાવી પાંચ મેચની સિરીઝમં 1-0થી સરસાઈ મેળવી. 165 રનનું લક્ષ્યાંક ત્રણ વિકેટે 168 રન બનાવીને પ્રાપ્ત કર્યું.
બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

બેંક ડૂબી જાય તો ખાતેદારોના પૈસા કેટલા સુરક્ષિત?

ભારતમાં સરકારી ડિફોલ્ટર બને તો ખાતેદારોના નાણા જવાબદારી સરકારની હોવાથી તે સુરક્ષિત છે. પ્રાઇવેટ બેંકમાં આવું થાય તો બેંકને શોર્ટ નોટિસ પર રિકવરી ટાઇમ અપાય છે. બેંકોએ પોતાની પાસે એટલા પૈસા રિઝર્વ રાખવાના હોય છે કે તે કસ્ટમરને તેના પૈસા પરત કરી શકે.
જાણો : 21 ફેબ્રુઆરી, 2018નું રાશિફળ

જાણો : 21 ફેબ્રુઆરી, 2018નું રાશિફળ

વિવિધ ગ્રહોની ચાલ આજે વિવિધ રાશિના જાતકો પર કેવી અસર કરશે, તેમનો કેવો પ્રભાવ પાડશે તે જાણવું નિર્ણયો લેવા માટે મહત્વનું છે. તેના આધારે વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપના માટે કયો રંગ શુંભ રહેશે જાણવા વધુ વાંચો લિંક પર ક્લિક કરો.
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ કરનાર ડૉ. જીવરાજ મહેતા હતા. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો.