Short News

IPL 11 : Match 13 : KKR vs DD : કોલકત્તાએ દિલ્હીને 71 રને હરાવ્યું

IPL 11 : Match 13 : KKR vs DD : કોલકત્તાએ દિલ્હીને 71 રને હરાવ્યું

IPLની 11 મી સિઝનમાં 13મી મેચમાં કોલકત્તાએ દિલ્હી સામે 71 રને શાનદાર જીત મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં કોલકત્તાએ 200 રનનો મસમોટો ટાર્ગેટ આપી દેતા ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીના બેટ્સમોનો મેદાને ઉતર્યા હતા. જોકે, 14.2 ઓવરમાં જ દિલ્હીની ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી. જેના પગલે કોલકત્તાએ 71 રને શાનદાર જીત નોંધાવી હતી.
પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

પીએમ મોદી પહોંચ્યા ચીન, આજે જિનપિંગ સાથે કરશે મુલાકાત

હાલ પીએમ મોદી ચીનના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ ચીન પહોંચી ગયા છે. ચીનના વુહાન એરપોર્ટ પર પીએમને વિદેશ મંત્રાલયનાં આસિસ્ટન્ટ મિનિસ્ટર કોંગ જુઆગયૂ, ના મંત્રીઓએ રિસીવ કર્યા હતા. રવાના થયા પહેલા મોદીએ ટ્વિટ કર્યુ હતુ કે, હું ચીનનાં વુહાનની યાત્રા પર જઇ રહ્યો છું. જ્યાં 27-28 એપ્રીલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક શિખર બેઠક થશે.
બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

બનાસકાંઠાઃ PSIએ ખાખીને લગાવ્યો દાગ, ફરિયાદ કરવા આવેલી મહિલા પર બળાત્કારનો પ્રયાસ

કહેવાય છે ને કે રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય? માહિતી મળી છે કે બે મહિના અગાઉ ભાભર પોલીસ મથકે પોતાના સાસરિયા વિરૂધ્ધ એક મહિલા ફરિયાદ આપવા ગઈ હતી પરંતુ ત્યાં એક PSI સહિત બે પોલીસકર્મીએ તેણીની છેડછાડ કરી નીચે પછાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ બુમાબુમ કરી બહાર નીકળી જતા તે બચી ગઈ હતી.
રાહુલ ગાંધીના વિમાનના ઉડ્ડયન વેળાએ ખામી સર્જાતા તપાસની માંગ કરાય

રાહુલ ગાંધીના વિમાનના ઉડ્ડયન વેળાએ ખામી સર્જાતા તપાસની માંગ કરાય

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે હુબલી પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં બે કલાકની ઉડાન દરમિયાન કોઇ અસ્પષ્ટ ટેક્નિકલ ખામી સામે આવી હતી. વિમાન આંતરિક ખામીના લીધે ધ્રુજવા લાગ્યુ હતુ તેમજ હુબલી એરપોર્ટ ઉપર વિમાનનું લેન્ડિગ એટલુ ખરાબ થયુ કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જે અંગે સુરક્ષાને ધ્યાને રાખતા કોંગ્રેસી નેતાઓએ તપાસની માંગ કરી છે.