Short News

IPL 2018 : Match 10 : KKRvSRH :  હૈદરાબાદે કોલકત્તાને 5 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 10 : KKRvSRH : હૈદરાબાદે કોલકત્તાને 5 વિકેટે હરાવ્યું

IPL 11ની 10મી મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવામાં આવી હતી. જેમાં હૈદરાબાદદે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 138 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 139 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.
IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું

IPLની 11મી સીઝનની 22મી મેચ આજે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરેડિવ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. આ સાથે દિલ્હી 144 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 138 રન બનાવી શકી હતી.
76 ટકા લોકો ઈચ્છે છે કે રેપિસ્ટને ફાંસી મળે : સર્વે

76 ટકા લોકો ઈચ્છે છે કે રેપિસ્ટને ફાંસી મળે : સર્વે

કેન્દ્ર સરકારે પોક્સો એક્ટમાં સંશોધનને લઈને કરવામાં આવેલાં અધ્યાદેશને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે મંજૂરી આપી દીધી. આ અંગે સોમવારે લોકલ સર્કલ્સ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોક્સો એક્ટને લઈને 40,000થી વધુ લોકોમાં 6 સર્વે કર્યાં. જેમાં 76 ટકા નાગરિક ઈચ્છે છે કે દુષ્કર્મીને ફાંસીની સજા આપવામાં આવે.  86 ટકા લોકો ઇચ્છે છે રેપિસ્ટને 6 મહિનામાં સજા મળે.
IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને આપ્યો 144 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને આપ્યો 144 રનનો ટાર્ગેટ

IPLની 11મી સીઝનની 22મી મેચ આજે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરેડિવ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. આ સાથે દિલ્હી 144 રનના ટાર્ગેટનો પીછો કરશે.