Short News

IPL 2018 : Match 11 : RCB vs  RR : રાજસ્થાને બેંગલોરને આપ્યો 218 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 11 : RCB vs RR : રાજસ્થાને બેંગલોરને આપ્યો 218 રનનો ટાર્ગેટ

IPL 11માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સીઝનની 11મી મેચ શરૂ થઇ છે. બેંગલોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલે સેમસનના અણનમ 92 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 2017 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો છે. હવે બેંગલોર 218 રનના ટાર્ગેટનો પીછો કરશે.
બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદ બાદ આજે 26 એપ્રિલે નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરાશે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે. સુરતની બે બહેનોમાંથી નાની બહેને નારાયણ સાંઈ વિરૂધ્ધ બળત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આસારામને મળેલી સજા બાદ આ બંને બહેનોને પણ ન્યાય મળવાની આશા બંધાય છે.
ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડના પીડિતોને ફરી વાર ધમકી તેમજ તેના પર હુમલો કરવાના પ્રયોસો થયા છે. માહિતી મળી છે કે, ઉનાકાંડના પીડિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને 29 એપ્રિલે ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે તેઓને ધર્મપરિવર્તન ન કરવા ધમકીઓ મળી રહી છે. તેમજ હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.જેને લઈ દલિતો પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.
IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPLની 11મી સીઝનની 24મી મેચમાં આજે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટથી હરાવ્યું છે. ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 207 રન બનાવી જીત મેળવી હતી.