Short News

IPL 2018 : Match 12 : KXIP vs  CSK : ચેન્નાઇએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી

IPL 2018 : Match 12 : KXIP vs CSK : ચેન્નાઇએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી

IPL 11ની 12મી મેચમાં આજે પંજાબના ચંદીગઢમાં કિંગ્સ ઇવેલન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવા જઇ રહી છે. આ મેચમાં ચેન્નાઇએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. નોંધનીય છે કે IPL 11માં હાલની સ્થિતિમાં ચેન્નાઇ 4 પોઇન્ટ્સ +0.254 (NRR) સાથે બીજા ક્રમે છે. જ્યારે પંજાબ 2 પોઇન્ટ્સ +0.064 (NRR) સાથે ચોથા ક્રમે છે. આજની મેચમાં જીતથી પાસુ બદલાઇ શકે છે.
બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કારી પિતા બાદ પુત્ર નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરાશે

બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદ બાદ આજે 26 એપ્રિલે નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરાશે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે. સુરતની બે બહેનોમાંથી નાની બહેને નારાયણ સાંઈ વિરૂધ્ધ બળત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આસારામને મળેલી સજા બાદ આ બંને બહેનોને પણ ન્યાય મળવાની આશા બંધાય છે.
ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડઃ પીડિતોને ધર્મ પરિવર્તનને લઈ મળી ધમકી, હુમલાનો કરાયો પ્રયાસ

ઉનાકાંડના પીડિતોને ફરી વાર ધમકી તેમજ તેના પર હુમલો કરવાના પ્રયોસો થયા છે. માહિતી મળી છે કે, ઉનાકાંડના પીડિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને 29 એપ્રિલે ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે તેઓને ધર્મપરિવર્તન ન કરવા ધમકીઓ મળી રહી છે. તેમજ હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.જેને લઈ દલિતો પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.
IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 24 : RCBvCSK : ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટે હરાવ્યું

IPLની 11મી સીઝનની 24મી મેચમાં આજે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇએ બેંગલોરને 5 વિકેટથી હરાવ્યું છે. ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 207 રન બનાવી જીત મેળવી હતી.