Short News

IPL 2018 : Match 12 : KXIP vs  CSK : પંજાબ સામે ચેન્નાઇ 4 રને હાર્યું

IPL 2018 : Match 12 : KXIP vs CSK : પંજાબ સામે ચેન્નાઇ 4 રને હાર્યું

IPL 11ની 12મી મેચમાં આજે પંજાબના ચંદીગઢમાં કિંગ્સ ઇવેલન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કરમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું છે. ચેન્નાઇએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. ચેન્નાઇ 198 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી માત્ર 193 રન બનાવી શકી હતી.
દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

દક્ષિણ ગુજરાતમાં ધરા ધ્રૂજી, 3.7 તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો આચકો

આજે સાંજે આશરે 4.56 કલાકે મધ્ય અને દક્ષિણ ગુજરાત 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી ગયુ હતુ. માહિતી મળી છે કે, આ આંચકાનું એપિસેન્ટર ભરૂચ પાસે હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. 10 સેકન્ડ સુધી ધરા ધ્રૂજતા લોકો ભયભીત થઈ ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે આ ભૂકંપમાં કોઈ જાન હાનિ થઈ નથી. સુરત, માંગરોળ, માંડવી, ડેડિયાપાડા, આંચકા અનુભવાયા છે.
ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

ભાગેડુઓની હવે ખેર નથી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડીઓ કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી જાય છે. ત્યારે તેને ગંભીરતાથી લેતા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં નાસી જનાર કૌભાંડીઓની સંપત્તિ હવે જપ્ત થઈ શકે છે. તેમજ તેની સંપતિને વેંચી બેંકના લોનની રકમની ચુકવણી કરી શકાશે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ અંગેના ઓર્ડિયન્સને મંજૂરી આપી છે.
170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

170 વર્ષથી વીરાન છે આ શાપિત ગામ, આત્માઓનો છે પ્રભાવ

ભારતમાં કેટલીય એવી જગ્યાઓ છે જેની સાથે કોઈ કહાની ના જોડાઈ હોય. આજે અમે તમને રાજસ્થાનના એક એવા ગામ વિશે જણાવીશુ જે 170 વર્ષોથી ખાલી પડ્યુ છે. કુલધરા ગામના હજારો લોક એક રાતમાં આ ગામને ખાલી કરી જતા રહ્યા હતા. ગામલોકોના મતે અહીં દરેક પળે એવો અનુભવ થાય છે જાણે કોઈ આપણી આસપાસ ચાલી રહ્યુ હોય, બજારમાં બંગડી અને પાયલનો અવાજ આવે છે.