Short News

IPL 2018 : મુંબઇ ઇન્ડિયન્સે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

IPL 2018 : મુંબઇ ઇન્ડિયન્સે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

IPL લીગમાં 3 વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સના નામે શરમ જનક રેકોર્ડ નોંધાયો છે. આ સીઝનમાં તેના બેટ્સમેનો 13 વખત ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પાછા ફર્યા છે, જેમાં 9 વખત તો પહેલા જ બોલે એટલે કે, ‘ગોલ્ડન ડક'નો શિકાર બની ચૂક્યા છે. આમાં સૌથી વધુ રોહિત શર્મા 3 વખત ઝીરો પર આઉટ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત ઈશાન કિશન 2 વખત શૂન્ય રને આઉટ થઈ ચૂક્યો છે.
IPL 2018 ક્વોલિફાયર-1: SRHvCSK : ચેન્નાઇએ હૈદરાબાદને 2 વિકેટે હરાવ્યું

IPL 2018 ક્વોલિફાયર-1: SRHvCSK : ચેન્નાઇએ હૈદરાબાદને 2 વિકેટે હરાવ્યું

IPL 2018ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 2 વિકેટે વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 139 રન બનાવ્યા હતા. 140 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઇએ 19.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 140 રન બનાવી લીધા છે.
Jammu-Kashmirમાં આર્મીની 'સદભાવના' ઇફ્તાર પાર્ટીમાં ફાયરિંગ; ચાર છોકરી ઘાયલ

Jammu-Kashmirમાં આર્મીની 'સદભાવના' ઇફ્તાર પાર્ટીમાં ફાયરિંગ; ચાર છોકરી ઘાયલ

સોમવારે જમ્મુ-કાશ્મીરમાં આર્મીએ સદભાવના માટે યોજેલી ઇફ્તાર પાર્ટીમાં અંધાધૂંધી ફેલાઈ હતી, જેના પરિણામે પાર્ટીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આર્મી તરફથી થયેલા ફાયરિંગમાં ચાર છોકરી ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ફાયરિંગમાં ઘાયલ થયેલી છોકરીઓની ઉંમર 15થી 17 વર્ષની છે. ચારેય છોકરીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.
તામિલનાડુમાં કૉપર પ્લાન્ટના વિરોધમાં પ્રદર્શન હિંસક બનતા 11નાં મોત

તામિલનાડુમાં કૉપર પ્લાન્ટના વિરોધમાં પ્રદર્શન હિંસક બનતા 11નાં મોત

તામિલનાડુના તુતીકોરિનમાં વેદાન્તા સ્ટરલાઇટ કોપર યુનિટ વિરુદ્ધ ચાલી રહેલું પ્રદર્શન મંગળવારે હિંસક બન્યું હતું. આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સ્ટરલાઇટથી થનારા પ્રદૂષણની સામે સ્થાનિકો એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે. સરકારે મૃત્યુ પામનારા પરિવારજનોને 10 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.