Short News

94 રન બનાવ્યા બાદ પણ પંજાબની હાર થતા ઈમોશનલ થયો લોકેશ રાહુલ

94 રન બનાવ્યા બાદ પણ પંજાબની હાર થતા ઈમોશનલ થયો લોકેશ રાહુલ

ગઈ કાલે વાનખેડેમાં મુંબઈ અને પંજાબ વચ્ચેના મુકાબલામાં પંજાબની હાર થતા લોકેશ રાહુલ ઈમોશનલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાહુલે મેચમાં 60 બોલમાં 94 રનની જબરદસ્ત ઈનિંગ રમી. જેમાં તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા પણ આમ છતા તે પોતાની ટીમને જીત ના અપાવી શકતા દુઃખી થઈ ગયો હતો. નોંધનીય છે કે 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે રાહુલની વિકેટ બાદ બાજી પલટાઈ ગઈ હતી.  
ગોંડલમાં યુવકોને નગ્ન કરી માર મારવામાં ભાજપના નેતાઓ સામેલ!

ગોંડલમાં યુવકોને નગ્ન કરી માર મારવામાં ભાજપના નેતાઓ સામેલ!

ગઈ કાલે ગોંડલમાં જે યુવાનોએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલા સ્ટીકરો માંધાતાની પ્રતિમા પર લગાવ્યાં હતા. આ યુવાનોને નગ્ન કરી તેને માર મારી લોહી લુહાણ કરવામાં ભાજપના નેતાઓના નામ સામે આવ્યા છે. આવી બર્બરતા ભરી ઘટનામાં ભાજપના સ્થાનિક નેતાઓ નામ ખુલતા ભાજપના નેતા ભૂપત ડાભી સહિતના લોકો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો, સની લિયોનીના પોર્નસ્ટાર બનાવા પાછળ કોણ છે જવાબદાર?

જાણો, સની લિયોનીના પોર્નસ્ટાર બનાવા પાછળ કોણ છે જવાબદાર?

તાજેતરમાં સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે જેમાં તે ઘણી દુઃખી જોવા મળી રહી છે. સનીએ આ તસવીર સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, આજ રાતે મારુ દિલ હજારવાર તૂટ્યું. કદાચ આજની રાતે વહેલા હજારો આંસૂ એકવાર ફરી તડપવા માંગે છે તેણે આગળ લખ્યુ છે કે મે જે પોર્ન સ્ટાર બનવાનો માર્ગ પસંદ કર્યો તેના માટે કરણજીતકૌર દોષિત છે.
તૂતીકોરીન મોત મામલે સરકારે ગૃહ મંત્રાલયને મોકલ્યો રિપોર્ટ

તૂતીકોરીન મોત મામલે સરકારે ગૃહ મંત્રાલયને મોકલ્યો રિપોર્ટ

તમિલનાડુના તૂતીકોરિનમાં એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરાવવાની માંગને લઈને થયેલા હિંસક પ્રદર્શન બાદ પોલિસ ફાયરિંગમાં 13 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. તૂતીકોરિનમાં પોલિસ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ચાલુ છે. તૂતીકોરિન હિંસા મામલે તમિલનાડુ સરકારે ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more