Short News

પંજાબની જીત પછી પ્રીતિ ઝિન્ટાએ ગેલ અને યુવરાજ સાથે કર્યું સેલિબ્રેશન

પંજાબની જીત પછી પ્રીતિ ઝિન્ટાએ ગેલ અને યુવરાજ સાથે કર્યું સેલિબ્રેશન

રવિવારે આઇપીએલ 11ની 12મી રોમાંચક મેચમાં પંજાબે ચેન્નાઇની ટીમને 4 રનથી હરાવી હતી. પંજાબ જીતતા જ ખુશીથી ઝૂમી ઉઠેલી પ્રીતિ ઝિન્ટા ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ અને પોતાની ટીમના ખેલાડીઓ સાથે સેલિબ્રિશન કર્યું હતું. મેચ જીત્યા પછી KXIPની ઓનર પ્રીતિ ઝિન્ટાએ ટીમ ફ્લેગ સાથે યુવરાજ સિંહ સાથે મેદાનનું ચક્કર લગાવ્યું હતું.
એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

એપ્રિલ 21, 2018 : ગુજરાતના ગાંધીનગરમાં પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.13 પૈસાનો વધારો થતા 73.53 રૂપિયા પ્રતિલીટર થઇ છે. ગઇ કાલે 20 એપ્રિલ, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.01 પૈસા વધઘટ સાથે 73.40 રૂપિયા પર સ્થિર રહી હતી. પેટ્રોલનો રોજેરોજનો અપડેટેડ ભાવ જાણવા જોતા રહો આ જગ્યા.
CSK Vs RR: વોટસને ફટકારી સદી,  ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

CSK Vs RR: વોટસને ફટકારી સદી, ચૈનાઈનો 64 રને ભવ્ય વિજય

રાજસ્થાન અને ચૈન્નાઈ વચ્ચે રમાયેલી મેચમાં આખરે ચૈન્નાઈએ બાજી મારી લીધી હતી. ચૈન્નાઈએ વોટસનની તોફાની સદીની મદદથી ચૈન્નાઈએ રાજસ્થાનને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન માત્ર 140 રન જ કરી શકી હતી અને ચૈન્નાઈનો 64 રને ભવ્ય વિજય થયો હતો. આ વિજયને લીધે ચૈન્નાઈ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે.
રેલવેમાં નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર

રેલવેમાં નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર

રેલવે નોકરી મેળવવા માટે અરજી કરનાર મહિલાઓ માટે સારા સમાચાર છે. કેમ કે, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ ડીમાં નોકરી મેળવવા માટે લઘુત્તમ યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા નિયમોમાં ફેરફાર કરાતા કર્મચારીની પત્ની અથવા વિધવા ઉમેદવાર માટે લેવલ-1 માટે નોકરીની લઘુત્તમ લાયકાતને હટાવી દેવામાં આવી હતી.