Short News

કમર દર્દથી પરેશાન ધોની સાથે યુવરાજે કરી આવી મસ્તી

કમર દર્દથી પરેશાન ધોની સાથે યુવરાજે કરી આવી મસ્તી

રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 11 સીઝનની 12મી મેચ દરમિયાન ધોનીને ઇજા થતા તે ફિઝિયોથેરાપિસ્ટની મદદ લઇ રહ્યા હતા. ત્યારે યુવરાજે તેની સાથે મસ્તી કરી હતી. યુવરાજ ધોની પાસે આવીને તેમનું માથું આમ તેમ હલાવે છે. આ વિડિયો વાઇરલ થઇ રહ્યો છે. ધોની અને યુવરાજ ઘણા સમયથી સાથે રમી રહ્યા છે અને સારા મિત્રો પણ છે.
IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું

IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું

IPLની 11મી સીઝનની 22મી મેચ આજે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરેડિવ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં પંજાબે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. આ સાથે દિલ્હી 144 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 138 રન બનાવી શકી હતી.
76 ટકા લોકો ઈચ્છે છે કે રેપિસ્ટને ફાંસી મળે : સર્વે

76 ટકા લોકો ઈચ્છે છે કે રેપિસ્ટને ફાંસી મળે : સર્વે

કેન્દ્ર સરકારે પોક્સો એક્ટમાં સંશોધનને લઈને કરવામાં આવેલાં અધ્યાદેશને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે મંજૂરી આપી દીધી. આ અંગે સોમવારે લોકલ સર્કલ્સ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોક્સો એક્ટને લઈને 40,000થી વધુ લોકોમાં 6 સર્વે કર્યાં. જેમાં 76 ટકા નાગરિક ઈચ્છે છે કે દુષ્કર્મીને ફાંસીની સજા આપવામાં આવે.  86 ટકા લોકો ઇચ્છે છે રેપિસ્ટને 6 મહિનામાં સજા મળે.
IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને આપ્યો 144 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 22 : DDvKXIP : પંજાબે દિલ્હીને આપ્યો 144 રનનો ટાર્ગેટ

IPLની 11મી સીઝનની 22મી મેચ આજે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરેડિવ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા છે. આ સાથે દિલ્હી 144 રનના ટાર્ગેટનો પીછો કરશે.