Short News

Android P વર્ઝનમાં Google આસિસ્ટન્ટ બનશે અસરદાર

Android P વર્ઝનમાં Google આસિસ્ટન્ટ બનશે અસરદાર

ગૂગલ આ વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન 'પિસ્તાચો આઇસક્રીમ'ના નામે લોન્ચ કરશે. મહત્વની બાબત એ છે કે 'Android P'ના અપડેટ બાદ iPhone X જેવો નોચ ધરાવતા સ્માર્ટફોનમાં આસિસ્ટન્સ વધારે અસરદાર રીતે કામ કરશે. આ ફીચરનો અમલ અઘરો હોવાથી આ વર્ષે તે ઉપલબ્ધ બનવાની શક્યતા ઓછી છે.
Nokia X6 સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા ફિચર્સ થયા લીક

Nokia X6 સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા ફિચર્સ થયા લીક

એચએમડી ગ્લોબલ દ્વારા 27મી એપ્રિલે પોતાની Nokia X સિરીઝના બે સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા છે. પરંતુ આ સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા તેના ફિચર્સ લીક થઈ ગયા છે. Nokia X6માં 5.8 ઈંચ ડિસ્પ્લે, 4જીબી રેમ, 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ અને 6જીબી રેમ, 128જીબી ઈનબિલ્ટ સ્ટોરેજમાં ઉપલબ્ધ હશે. ફોનની 64 જીબી વોરિયંટની કિંમત 16000 રૂ. હોવાની શક્યતા છે.
યુરોપના પ્રિન્સ હેરી અને મેગન માર્કલે બ્રોકના લગ્નમાં પ્રિયંકા ચોપરા આપશે હાજરી

યુરોપના પ્રિન્સ હેરી અને મેગન માર્કલે બ્રોકના લગ્નમાં પ્રિયંકા ચોપરા આપશે હાજરી

યુરોપના પ્રિન્સ હેરી અને મેગન માર્કલ બ્રોકની સગાઇના સમાચાર જાહેર થયા બાદ પ્રિયંકા તેની બેસ્ટ ફ્રેન્ડના રોયલ લગ્નમાં હાજરી આપશે તેવી ખબરો વહેતી થઈ છે. ફોરેન મીડિયાએ પુષ્ટિ આપી છે કે પ્રિયંકા આ શાહી લગ્નમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે હોલિવૂડ અભિનેત્રી મેગન અને પ્રિયંકા સારા મિત્રો છે. ત્યારે જોવુ રહ્યુ કે પ્રિયંકા તેની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપશે?  
યુજીસીએ 24 બોગસ યુનિવર્સિટીની યાદી કરી જાહેર, કહ્યું ભૂલથી પણ ના લેતા એડમિશન

યુજીસીએ 24 બોગસ યુનિવર્સિટીની યાદી કરી જાહેર, કહ્યું ભૂલથી પણ ના લેતા એડમિશન

થોડા જ દિવસોમાં ધો.12ના પરિણામ જાહેર થનાર છે, ત્યાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશમાં ચાલતી 24 બોગસ યુનિવર્સિઓની યાદી જાહેર કરી છે. યાદી જાહેર કરતા યૂજીસીએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, ભૂલથી પણ આવી યુનિવર્સિટીમાં પ્રવેશ ના મેળવવો. ધોરણ 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવી યુનિ.માં પ્રવેશ ના મેળવે તે માટે યુજીસીઆ આ પગલુ ભર્યુ છે.