Short News

SMS-Appથી ચકાસી શકાશે પ્રોડક્ટ અસલી છે કે નકલી

SMS-Appથી ચકાસી શકાશે પ્રોડક્ટ અસલી છે કે નકલી

હવે માત્ર SMS મોકલીને જાણી શકશો કે, કોઈ પ્રોડક્ટ અસલી છે કે નકલી. અમેરિકન કંપની ફાર્માસિક્યોરે ભારત સહિતાના કેટલાક દેશોમાં સંબંધિત કંપનીઓ સાથે મળીને એક દિશામાં પહેલ શરૂ કરી છે. દવા ઉપરાંત FMCG, ઈલેક્ટ્રોનિક્સ, સૌંદર્ય પ્રસાધન જેવી પ્રોડક્ટ્સ માટે સેવાઓ શરૂ થઈ છે.
કૌભાંડી નીરવ મોદીએ આ દેશની નાગરિકતા માટે કરી અરજી

કૌભાંડી નીરવ મોદીએ આ દેશની નાગરિકતા માટે કરી અરજી

મુંબઈ-સુરતના ડાઇમન્ડ ટ્રેડિંગ બિઝનેસ સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે સંકલાયેલા એક વ્યક્તિએ કહ્યું કે, '48 વર્ષીય નીરવ મોદી અને તેનો પરિવાર કેરેબિયન ટાપુ સેંટ.કિટ્સની નાગરીક્તા લેવાના પ્રયાસમાં છે. કોમનવેલ્થ સભ્ય અને ભારત સાથે મિત્રતા હોવા છતા ભારત સાથે કોઈ પ્રત્યાર્પણ સંધિ નહીં હોવાથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ અઘરું બનશે.
શ્રીદેવીને શ્રદ્ધાંજલિમાં કોંગ્રેસની આત્મશ્લાઘા

શ્રીદેવીને શ્રદ્ધાંજલિમાં કોંગ્રેસની આત્મશ્લાઘા

એક્ટ્રેસ શ્રીદેવીના નિધનના સમાચાર બાદ કોંગ્રેસે પણ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી. શ્રદ્ધાંજલિ ટ્વીટમાં પણ આત્મશ્લાઘા કરનારી કોંગ્રેસ પર લોકો ગુસ્સામાં લાલપીળા થઈ ગયાં. જેથી કોંગ્રેસે આખરે ટ્વિટ ડિલીટ કરવી પડી. કોંગ્રેસે તેમાં સાંત્વના પાઠવવાની સાથે 2013માં UPA સરકારે તેને પદ્મશ્રી એનાયત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
અમદાવાદમાં રોટોમેક કંપનીના બેકાર કર્મીઓની ડિમાન્ડ

અમદાવાદમાં રોટોમેક કંપનીના બેકાર કર્મીઓની ડિમાન્ડ

લિખતે લિખતે લવ હો જાયે જેવી ટેગ લાઇનથી શરૂ થયેલી રોટોમેક પેનની કંપનીને તાળા વાગી ગયા છે. અમદાવાદના ચાંગોદરમાં આવેલી કંપનીના કર્મચારીઓ બેકાર બની ગયા છે. આ બેકાર કર્મચારીઓની માંગણી છે કે સરકાર દરમિયાનગિરિ કરીને અમને અમારો હક અપાવે. આ માટે તેમણે દેખાવો કર્યા હતા.