Short News

ઓનલાઈન લેવડ દેવડ કરતા હોય તો સાવધાન

ઓનલાઈન લેવડ દેવડ કરતા હોય તો સાવધાન

શું તમે ઓનલાઈન લેવડ દેવડ કરો છો? તો તમારે ચિંતા વધી શકે છે, કેમ કે, એક અહેવાલ પ્રમાણે દેશમાં દરરોજ આશરે 230 કરોડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે એમાથી આશરે દોઢ લાખ જેટલી લેવડ દેવડની વિગતો લીક થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેટા લીક થવાનું મુખ્ય કારણો ફિશિંગ, રૈનસમવેરના અટેક અને આઈપી એડ્રેસ સાથે છેડછાડ કરવાને બતાવવામાં આવી રહ્યા છે.
જાણો : 142 દિવસ વક્રી રહેનારા શનિદેવની કઇ રાશિઓ પર કેવી થશે અસર?

જાણો : 142 દિવસ વક્રી રહેનારા શનિદેવની કઇ રાશિઓ પર કેવી થશે અસર?

ગત 18 એપ્રિલથી શનિ ધન રાશિમાં વક્રી થયો છે. શનિદેવ 142 દિવસ સુધી એટલે કે 6 સપ્ટેમ્બર, 2018 સુધી વક્રી રહેવાના છે. ધન, વૃશ્ચિક, મકર રાશિ પર શનિની વક્ર દશાનો ખાસ પ્રભાવ રહેશે. મિથુન, તુલા, વૃશ્ચિક, કુંભ રાશિને સારું ફળ મળશે. આ સિવાયની રાશિઓ મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર, મીન રાશિવાળાઓએ સાવચેતી, સંયમ રાખવા. શનિના જાપ કરી શનિવારે તેમના પર તેલ ચઢાવવું.
રાજકોટમાં આ જ શોરૂમના ટાયર પર પેશાબ નથી કરતા કૂતરા!

રાજકોટમાં આ જ શોરૂમના ટાયર પર પેશાબ નથી કરતા કૂતરા!

દુનિયામાં ક્યાંય પણ જાવ, કૂતરાઓની સર્વસામાન્ય આદત હોય છે કે ટાયર જોયું નથી કે પેશાબની પિચકારી મારી. પણ રંગીલા રાજકોટમાં વૈદેભાઇ વાઘના ટાયર શૉરૂમમાં ઘણા કૂતરાં હોવા છતાં ટાયર પર તેઓ પેશાબ નથી કરતા. કૂતરાંઓને પેશાબ કરવો હોય તો તે એક સમજુ પ્રાણીની જેમ શોરૂમની બહાર ચાલ્યાં જાય છે. માત્ર શોરૂમના ટાયર જ નહીં પણ શોરૂમમાં આવતા ગ્રાહકોની કારના ટાયર પણ નથી પલાળતા.
5000થી વધુ વૃક્ષોના ભોગે SG હાઈવે બનશે સિક્સ લેન

5000થી વધુ વૃક્ષોના ભોગે SG હાઈવે બનશે સિક્સ લેન

સરખેજથી ચિલોડા તરફ જતા લગભગ 44 કિલોમીટરના માર્ગને સિક્સલેન બનાવવા માટે અમદાવાદ અને ગાંધીનગરના 5000થી વધારે વૃક્ષોનો ભોગ લેવાશે, ત્યારે આટલા મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવાના આ નિર્ણયની પર્યાવરણ પ્રેમીઓ, પર્યાવરણ શાસ્ત્રીઓ અને નાગરિકો ખુબ ટીકા કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ટ્રાફિકને ઓછુ કરવા માટે ફ્લાયઓવર જેવા ઉપાય હાથ ધરવા જોઈએ.