Short News

બેસ્ટ ફોટોગ્રાફી માટે આ એપ્સ આપને કરશે મદદ

બેસ્ટ ફોટોગ્રાફી માટે આ એપ્સ આપને કરશે મદદ

શું તમે ફોટોગ્રાફીના શોખીન છો? તો તમારા માટે આ જાણકારી ઉપયોગી નિવડી શકે છે કેમ કે આજે અમે તમને એવી એપ્સની જાણકારી આપીશુ જેની મદદથી તમે ડીએસએલઆર ક્વોલિટીના ફોટાઓ પાડી શકશો. આ એપ્સમાં Adobe Photoshop Lightroom CC, VSCO, Camera Zoom FX અને Camera Connect & Controlનો સમાવેશ થાય છે. આ એપ્સ ગૂગલ પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ છે.
18 વર્ષ બાદ પણ અનિલ કપૂર અને માધુરીની એવરગ્રીન જોડી

18 વર્ષ બાદ પણ અનિલ કપૂર અને માધુરીની એવરગ્રીન જોડી

‘બેટા' ‘રામ-લખન' અને ‘તેજાબ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર માધુરી અને અનિલ કપૂર 18 વર્ષ બાદ ફરી વાર એક સાથે જોવા મળશે. ઈંદ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ'માં બંને લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની પ્રથમ તસ્વીર સામે આવી છે જેમાં માધુરી મરૂન કલરના ગાઉન અને અનિલ ગ્રીન રંગના સૂટમાં છે. ત્યારે બંનેની જોડી આજે પણ એટલી જ એવરગ્રીન લાગે છે.
જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

જલ્દી કરો, ભારતીય સ્ટેટ બેંકમાં આવી વેકન્સી

ભારતીય સ્ટેટ બેન્કે પ્રોબેશનરી ઓફિસર્સના 2000 પદો માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. આ માટે કોઈપણ માન્યતા પ્રાપ્તયૂનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં હોય તે અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારની ઉંમર 01-04-2018ના રોજ 21થી ઓછી અને 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ. વધુ જાણકારી મેળવવા વાંચો અહીં.
છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

છોકરીઓની ચાલ પરથી મેળવો તેના સ્વાભાવની જાણકારી

સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈપણ છોકરીની ચાલના આધારે તેના સ્વભાવની જાણકારી મળે છે જેમ કે, ઝડપથી ચાલતી છોકરી આત્મવિશ્વાસ ભરપૂર એનો સાહસિક હોય છે. નાના ડગલા ભરીને ચાલતી છોકરી શાંત, હસમુખી અને મળતાવડી હોય છે. જમીન પર પગ ઘસીને ચાલતી છોકરીઓ દુઃખી રહે છે તેમજ જલ્દી નિર્ણય નથી લઈ શકતી. ધીમે ચાલતી છોકરી શાંત અને સહજ હોય છે.