Short News

આ TRICK અજમાવી કરી શકાશે અનલિમિટેડ ફ્રી કોલ

આ TRICK અજમાવી કરી શકાશે અનલિમિટેડ ફ્રી કોલ

ગૂગલ એપમાં ઉપલબ્ધ IndyCall નામની એપ તેના યુઝરને અનલિમિટેડ કોલની સુવિધા આપે છે. આ એપ દ્વારા કોલ કરતી વખતે તમારો નંબર કોઇને ખબર નહી પડે. જોકે આ એપ દ્વારા કોલિંગ કરવા માટે તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા પેક હોવું જરૂરી છે. જો તમારા ફોનમાં ઇન્ટરનેટ નથી તો આ એપ કામ કરશે નહી. આ એપ દ્વારા તમે દરેક વખતે એક નવા નંબર પરથી કોલ કરી શકો છો.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે વડોદરામાં બનશે 2 ટર્મિનલ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે વડોદરામાં બનશે 2 ટર્મિનલ

મોદી સરકારનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તૈયારી જોરશોરમાં શરુ છે, ત્યારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને વડોદરાના પૂર્વ અને પશ્ચિમિ વિસ્તારમાં એમ 2 ટર્મિનલ મળે તેવી શક્યતા છે. તેમ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 5000 સ્ક્વેર મિટર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. અલ્કાપુરી તરફ વેસ્ટર્ન ટર્મિનલ અને સાયાજીગંઝ તરફ ઇસ્ટર્ન ટર્મિનલ આવશે.
ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતરપ્રદેશઃ કુશીનગરમાં ટ્રેનની ઝપટે ચડી સ્કુલ વાન, 12 બાળકો સહિત 13ના મોત

ઉતપપ્રદેશના કુશીનગરમાં ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. અહીં બાળકોને સ્કુલે લઈ જતી સ્કુલવાન એક ટ્રેન સાથે અથડાતા આ ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારમાં 12 બાળકો અને એક સ્કુલવાનનો ડ્રાઈવર સામેલ છે. અકસ્માતમાં કેટલા બાળકો ઘાયલ થયાની જાણકારી મળી છે. માહિતી મળી છે કે આ સ્કુલ વાનમાં 25 બાળકો સવાર હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું, આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો નથી આપ્યો આદેશ

આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધારને લિંક કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ લઈ લીધો છે. હકીકતમાં સુપ્રિમનું કહેવું હતુ કે, મોબાઈલ યુઝર્સ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા.