Short News

Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યું સ્માર્ટ LED ટીવી

Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યું સ્માર્ટ LED ટીવી

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીએ ભારતમાં તેનું પહેલું સ્માર્ટ એલઈડી ટીવી Mi LED TV 4 લોન્ચ કરી દીધું છે. આ ટીવીમાત્ર 4.5 mm એટલે કે મોબાઈલ ફોન કરતા પણ સ્લિમ છે. જે દુનિયાનું સૌથી સ્લિમ સ્માર્ટ એલઈડી ટીવી છે. તેની કિંમત 39,999 રૂપિયા છે.
IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને 13 રને હરાવ્યું

IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને 13 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની 25મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મેજબાન સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં પંજાબ 13 રને હારી ગયું છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી પંજાબને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં પંજાબ 19.2 ઓવરમાં 119 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.
IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને આપ્યો 133 રનનો ટાર્ગેટ

IPL 2018 : Match 25 : SRHvKXIP : હૈદરાબાદે પંજાબને આપ્યો 133 રનનો ટાર્ગેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની 25મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી કિંગ્સ ઈલેવન પંજાબ અને મેજબાન સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પંજાબે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી પંજાબને 133 રનનો ટાર્ગેટ આપ્યો છે.
દેશ છોડીને જનારા દગાબાજોની સંપત્તિ જપ્ત કરાશે: રાજનાથ સિંહ

દેશ છોડીને જનારા દગાબાજોની સંપત્તિ જપ્ત કરાશે: રાજનાથ સિંહ

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે બેઠકમાં જણાવ્યું હતું કે 2019ની ચુંટણીમાં ગુડ ગવર્નન્સ અને ડેવલપમેનટને લઇને આગળ વધશે. આવનારા કેટલાક વર્ષમાં ભારત એક માત્ર દેશ હશે જેની જીડીપી ડબલ ડીજીટમાં હશે. કોઇ દેશ છોડીને ચાલી જાય છે તો તેની સંપત્તિ જપ્ત કરાશે.