યોગી સરકાર વિમાન ન ઉતરવા દેતી હોવાનો અખિલેશ યાદવનો આરોપ
ઉત્તર પ્રદેશમાં વિપક્ષી પાર્ટીઓ યોગી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવતી રહી છે. હવે સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકાર પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના વિમાનને મુરાદાબાદમાં ઉતરવાની મંજૂરી નથી આપી રહી. જો કે બીજી તરફ સ્થાનિક જિલ્લા પ્રશાસને આ આરોપોને નકાર્યા છે. જિલ્લા પ્રસાશને કામનું બહાનું આગળ ધર્યુ છે.