Gujarat Short News

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર, 35 દિવસમાં 1037 કેસ

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર, 35 દિવસમાં 1037 કેસ

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેટલાક જિલ્લાઓમાં કોહરામ મચ્યો છે. અહીં રોજ એક-એક નહીં પરંતુ સ્વાઈન ફ્લૂના બે-બે દર્દીઓ સામે આવી રહ્યા છે. આ વર્ષના 35 દિવસમાં જ 50 લોકો સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા છે, જયારે તપાસમાં 1000 કરતા પણ વધારે લોકો સ્વાઈન ફલૂ પોઝિટિવ મળી આવ્યા છે. સ્વાઈન ફલૂ મામલે રાજસ્થાન પછી ગુજરાત બીજા નંબરે છે.
ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ કોંગ્રેસ છોડીને છેવટે ભાજપમાં જોડાઇ ગયાં

ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ કોંગ્રેસ છોડીને છેવટે ભાજપમાં જોડાઇ ગયાં

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલની હાલત હાલમાં ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો જેવી થઇ છે. એક તરફ તેમને ભાજપમાં પ્રવેશ ન મળે તે માટે ઉંઝાના પુર્વના ધારાસભ્ય નારાયણ પટેલ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. છેવટે તેમણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
ગુજરાતમાં છુટક બજારો 24 કલાક ખુલ્લા રહી શકશે : કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં છુટક બજારો 24 કલાક ખુલ્લા રહી શકશે : કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં છુટક વેપારીઓ પોતાની દુકાન 24 કલાક ધમધમાવી શકશે. ગુજરાત સરકારે વેપારીઓને ખુશ કરવા માટે લીધેલા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી છે. હવેથી ગુજરાતના વેપારીઓ પોતાની દુકાનો 24 કલાક ખુલ્લી રાખીને ધંધો કરી વધુ કમાણી કરી શકશે. આ માટે ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગે કાયદામાં સુધારો કર્યો છે.
રાજકોટના દબંગ નેતા ઇન્દ્રનીલ ફરીથી ઉતરશે મેદાનમાં

રાજકોટના દબંગ નેતા ઇન્દ્રનીલ ફરીથી ઉતરશે મેદાનમાં

સૌરાષ્ટ્રની રાજનીતિમાં અને ખાસ કરીને રાજકોટમાં પોતાનું આગવું વર્ચસ્વ ધરાવતાં નેતા અને ધનાઢ્ય રાજકારણીમાં જેમની ગણના થાય છે તેવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી રાજકારણમાં સક્રિય થઇ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડીને શાંત થઇ ગયેલા રાજકોટના દબંગ નેતાની છાપ ધરાવતાં ઇન્દ્રનિલ રાજ્યગુરુ સંવિધાન બચાવો દેશ બચાવોની રેલી સાથે મેદાનમાં આવી રહ્યા છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more