India Short News

લો બોલો, ઉપરાષ્ટ્રપતિનાં ચપ્પલ ચોરી થયાં

લો બોલો, ઉપરાષ્ટ્રપતિનાં ચપ્પલ ચોરી થયાં

ઉપરાષ્ટ્રપતિનાં ચપ્પલ ચોરાય જાય તે નવાઇ પમાડે તેવી ઘટના છે. શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભાજપના સાંસદ પીસી મોહનના ઘરે ગયા હતા, આ સમયે તેમનાં ચપ્પલ ચોરી થઇ ગયાં હતાં. સિક્યોરિટી સ્ટાફે ચપ્પલ શોધવાનો પ્રયાસ કર્યો પણ ચપ્પલ ન મળતાં બાજુના શો રૂમમાંથી નવા ચપ્પલ ખરીદીને લાવવામાં આવ્યાં.
આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસને આડેહાથ લીધા

આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસને આડેહાથ લીધા

ઓફિસ ઓફ પ્રોફિટ મામલે આમ આદમી પાર્ટીએ બીજેપી-કોંગ્રેસને આડે હાથ લીધા. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સરકારના કામકાજથી ઘણા લોકોની દુકાનદારી બંધ થઇ ગઇ છે. બીજેપી-કોંગ્રેસ ખળભળેલી છે, એટલે સરકાર હટાવવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. તો આપના નેતા ગોપાલ રાયે કહ્યું કે આજે દેશની પરિસ્થિતિ બ્રિટિશ રાજથી પણ ખરાબ છે.
CJI દીપક મિશ્રાની બેચ પાસે જજ લોયાનો કેસ

CJI દીપક મિશ્રાની બેચ પાસે જજ લોયાનો કેસ

સુપ્રીમ કોર્ટના જજ બીએચ લોયાની મોતના કેસની તપાસ હવે દીપક મિશ્રાની બેંચ કરશે. આ પહેલાં આ કેસની સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચ કરી રહી હતીચ. થોડા દિવસ પહેલાં જ અરુણ મિશ્રાએ પોતાને આ કેસથી અલગ કરી દીધા છે. દીપક મિશ્રાની બેચ આગામી 22મી જાન્યુઆરીથી આ કેસની સુનાવણી હાથ ધરશે.
સીએમના ખાસ અધિકારીઓ સામે કુમાર વિશ્વાસનો મૌનવ્રત

સીએમના ખાસ અધિકારીઓ સામે કુમાર વિશ્વાસનો મૌનવ્રત

ઑફિસ ઑફ પ્રોફિટના મામલે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોની ખુરશી ખતરામાં છે. દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું કે ધારાસભ્યો પર થયેલી કાર્યવાહીથી દુઃખી છું. કહ્યું કે મેં સૂચનો આપ્યાં હતાં પણ કહેવામાં આવ્યું હતું કે આ મુખ્યમંત્રી વિશેષાધિકાર છે કે કોને ક્યાં અપોઇન્ટ કરવા જોઇએ, જેથી હું ચૂપ રહ્યો હતો.