Short News

ગૂગલ-ઑસ્ટ્રેલિયાનો એ કેસ જે આખી દુનિયાને અસર કરશે

ગૂગલ-ઑસ્ટ્રેલિયાનો એ કેસ જે આખી દુનિયાને અસર કરશે

પરતું અમેરિકા સ્થિત કંપનીઓ લડત આપવાના મૂડમાં છે અને કંપનીઓએ ધમકી આપી છે કે કાયદાના કારણે તેમને અમુક સેવાઓ પરત લેવાની ફરજ પડશે.

હજુ સુધી ઑસ્ટ્રેલિયા ગૂગલ માટે એક મોટું માર્કેટ નથી પરતું પ્રસ્તાવિત ન્યૂઝ કોડને એક સંભવિત વૈશ્વિક ટેસ્ટ કોડ તરીકે જોવામાં આવી રહ્યું છે કે કઈ રીતે સરકાર મોટી ટૅક કંપનીઓને નિયંત્રિત કરી શકે છે.

અધિકારીઓની વર્તણૂક પર નજર રાખવા બૉડી કૅમેરા લગાવાશે પોલીસ

અધિકારીઓની વર્તણૂક પર નજર રાખવા બૉડી કૅમેરા લગાવાશે પોલીસ

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્ય પોલીસના સબ-ઇન્સ્પેક્ટર કરતાં ઊંચા હોદ્દાના અધિકારીઓને તેમની પબ્લિક સાથેની વર્તણૂક પર નજર રાખવા માટે બૉડી કૅમેરા આપવામાં આવશે. આ કૅમેરા કંટ્રોલ રૂમ સાથે સીધા જોડાયેલા હશે.

USA અને અન્ય વિકસિત દેશોની પોલીસ દ્વારા બૉડી કૅમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે.

UPSC IES-ISS 2020: લેખિત પરીક્ષાનું પરિણામ ઘોષિત

UPSC IES-ISS 2020: લેખિત પરીક્ષાનું પરિણામ ઘોષિત

UPSCએ આ પરીક્ષાનું આયોજન ઓક્ટોબર 2020માં કર્યું હતું. લેખિત પરીશ્રામાં જે ઉમેદવારો પાસ થઈ જશે, તેમણે હવે ઈન્ટર્વ્યૂમાંથી પસાર થવું પડશે. ઈન્ટર્વ્યૂ માટે ઉમેદવારોને વિસ્તૃત અરજી પત્ર કાઢવાં પડશે. આના માટે upsconline.nic.in પર 2 ફેબ્રુઆરીથી 12 વાગ્યા સુધી ઑનલાઈન ભરવાનું રહેશે અને આગલા રાઉન્ડ એટલે કે ઈન્ટર્વ્યૂ દરમ્યાન ટાઈમ ટેબલની ઘોષણા કરવામાં આવશે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન

કોરોના વાયરસ મહામારીને કારણે ટળેલી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. આ ચૂંટણીમાં પહેલો વોટ 21 ફેબ્રુઆરીએ પડશે. જ્યારે બીજીવાર વોટિંગ 28 ફેબ્રુઆરીએ થશે. રાજ્યની આ ચૂંટણીના અંતિમ પરિણામ 2 માર્ચે જાહેર થશે. ખાસ વાત એ છે કે પેલા આ ચૂંટણીનું આયોજન ગત ઓક્ટોબર-નવેમ્બરમાં કરાવવાનું હતું.