Sports Short News

ધોનીએ ચેન્નઈ ઍરપોર્ટના ફ્લોર પર જ લંબી તાણી લીધી

ધોનીએ ચેન્નઈ ઍરપોર્ટના ફ્લોર પર જ લંબી તાણી લીધી

 • કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી બીજી વન-ડે માટે ભારત-ઑસ્ટ્રેલિયાની ટીમ ગઈ કાલે બપોરે કલકત્તા આવી પહોંચી હતી.
 • આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમના ચેન્નઈ ઍરપોર્ટના ફોટો ટ્વિટર પર શૅર કર્યા હતા.
 • આ ફોટોમાં મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ ઍરપોર્ટના લાઉન્જમાં ફ્લોર પર જ સૂઈ ગયો હતો.
વિરાટ કોહલીએ 15 દિવસનો સમય માગ્યો

વિરાટ કોહલીએ 15 દિવસનો સમય માગ્યો

 • આવતા વર્ષે ભારતીય ટીમનો સાઉથ આફ્રિકાનો ક્રિકેટ પ્રવાસ અનિશ્ચિત બન્યો.
 • કોહલીએ ભારતીય ક્રિકેટ બોર્ડ સમક્ષ કરેલી માંગણીથી સાઉથ આફ્રિકા બોર્ડ દ્વિધામાં પડ્યું.
 • કોહલીએ કહ્યું કે પ્રથમ ટેસ્ટ પૂર્વે કંડિશનને અનુકુળ થવા 15 દિવસનો સમય આપો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીની ઉપલબ્ધિ પર ફિદા થયા સચિન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીની ઉપલબ્ધિ પર ફિદા થયા સચિન

 • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 અર્ધસદી પૂર્ણ કરવા બદલ સચિન તેંડુલકરે મહેન્દ્ર સિંહ ધોનીને શુભકામનાઓ પાઠવી.
 • ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે મેચમાં ધોનીએ અર્ધસદી ફટકારી અર્ધસદીની સદી પૂર્ણ કરી હતી
 • આ અંગે વધુ વાંચો અહીં...
 •  
સેહવગની કોમેન્ટથી ગાંગુલી ભડક્યો

સેહવગની કોમેન્ટથી ગાંગુલી ભડક્યો

 • ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પર ભડકી ઉઠ્યા.
 • ગાંગુલીએ સેહવાગની કોમેન્ટને મુર્ખતાપૂર્ણ ગણાવી છે.
 • સેહવાગે કહ્યું હતું કે BCCIમાં સેટિંગ ના હોવાના કારણે હેડ કોચ ના બની શક્યો.
 • કોચ પસંદગી કરવાની સમિતીમાં ગાંગુલી પણ શામેલ હતો.