Short News

ઓગસ્ટ 8, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

ઓગસ્ટ 8, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 20 ગ્રામનો ભાવ રૂપિયા 50ના વધારા સાથે રૂપિયા 29,060 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 30ના ઘટાડા સાથે રૂપિયા 31,060 થયો છે. આ ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 10ના વધારા સાથે 3,850 પર સ્થિર થયો છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
MOVIE REVIEW: ‘સત્યમેવ જયતે’

MOVIE REVIEW: ‘સત્યમેવ જયતે’

જૉન અબ્રાહમ અને મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મ ‘સત્યમેવ જયતે' રિલીઝ થઈ ગઈ છે. દેશના સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થયેલી આ ફિલ્મ ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવતા નાયક પર આધારિત છે. ફિલ્મમાં ભરપૂર એક્શનની સાથે દમદાર ડાઈલોગ્સની પણ ભરમાર છે. જો એક્ટિંગની વાત કરીએ તો મનોજ વાજપેયીની સામે જોનનો અભિનય કેટલીક બાબતમાં વિક સાબિત થાય છે.   
સ્વતંત્રતા દિવસ નિમિતે ભારતની આઝાદીને સમર્પિત ગૂગલનું ડૂડલ

સ્વતંત્રતા દિવસ નિમિતે ભારતની આઝાદીને સમર્પિત ગૂગલનું ડૂડલ

ભારત આજે પોતાની સ્વાતંત્રતાની 72મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યુ છે. ત્યારે આ નિમિતે સર્ચ એન્જિન ગૂગલે પણ ડૂડલ બનાવીને ભારતની આઝાદીને સમર્પિત કર્યુ છે. આ તસવીરમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને વાઘ, હાથ પણ જોવા મળી રહ્યા છે. ડૂડલ નીચે See the lost India's Independence નામની લિંક આપી છે. તેના પર ક્લિક કરવાથી અન્ય એક સાઈટ ઓપન થશે. જેમાં કેટલીક દુર્લભ તસવીરો જોવા મળશે.
જીએસટી, એમએસપી, બેનામી સંપત્તિ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર

જીએસટી, એમએસપી, બેનામી સંપત્તિ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72 માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો. આ ભાષણ એટલા માટે ખાસ હતુ કારણકે આ પ્રધાનમંત્રી તરીકે તેમના પહેલા કાર્યકાળનું અંતિમ ભાષણ હતુ. આ પ્રસંગે પીએમ મોદીએ ઘણા મુદ્દાઓના સહારે કોંગ્રેસની નિષ્ફળતાઓને યાદ કરી. પીએમ મોદીના છેલ્લા ભાષણમાં લાલ કિલ્લા પરથી રાજકીય રંગ પણ જોવા મળ્યા.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more