Short News

ઓગસ્ટ 9, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

ઓગસ્ટ 9, 2018 : ગુજરાતના અમદાવાદ-સુરતમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ

આજે ગુજરાતના અમદાવાદ અને સુરતમાં 22 કેરેટ સોનાનો 20 ગ્રામનો ભાવ રૂપિયા 10ના વધારા સાથે રૂપિયા 29,070 રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા રૂપિયા 10ના ઘટાડા સાથે રૂપિયા 31,070 થયો છે. આ ઉપરાંત 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 20ના વધારા સાથે 3,870 પર સ્થિર થયો છે. સોના-ચાંદીના દૈનિક લેટેસ્ટ ભાવ જાણવા માટે જોતા રહો આ જગ્યા.
ભારતના આ બોલરે કહ્યુ- હાર્દિક નથી ઓલરાઉન્ડર ખિતાબનો હકદાર

ભારતના આ બોલરે કહ્યુ- હાર્દિક નથી ઓલરાઉન્ડર ખિતાબનો હકદાર

ઈંગ્લેન્ડમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ સૌકોઈ ભારતીય ટીમની આલોચના કરી રહ્યુ છે. ત્યારે પોતાના પ્રદર્શનથી લોકોને નિરાશન કરનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સતત આલોચના થઈ રહી છે. લોર્ડ્સમાં બીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બોલર હરભજસ સિંહએ હાર્દિકની આલોચના કરતા કહ્યું હતું કે, તેની આગળ ઓલરાઉન્ડર લગાવવાનું બંધ કરી દેવું જોઈએ.   
અમરેલીઃ સિન્ટેક્ષની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

અમરેલીઃ સિન્ટેક્ષની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલ લુણસાપુર ગામમાં આવેલી સિન્ટેક્ષની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. માહિતી મળી છે કે આગ કંપનીના 4 નંબરના યુનિટમાં લાગી છે. ભીષણ આગના પગલે જાફરાબાદ રાજુલા પીપાવાવ સહિતના 5 જેટલા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કઈ રીતે લાગી તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.    
રાજ્યમાં સર્વત્ર મેઘમહેર એન્ટ્રી, જાણો ક્યા-ક્યા થયો વરસાદ

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર એન્ટ્રી, જાણો ક્યા-ક્યા થયો વરસાદ

ગુરૂવારે હવામાન વિભાગે આગામી 72 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આગાહી વચ્ચે મેઘાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. માહિતી મળી છે કે શુક્રવારે સવાર સુધીમાં ગોધરામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ અરવલ્લી, ભાવનગર, વડોદરા, અમદાવાદ, પંચમહાલ, ડાંગ, નર્મદા, મહિસાગર સહિતના વિસ્તારોમાં વરસાદે મેહેર ખેડૂતો ગેલમા આવી ગયા છે.    
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more