Short News

જિયોએ 'ગેટ મોર ધેન 100 ટકા કેસબેક ઓફર' કરી લોન્ચ

જિયોએ 'ગેટ મોર ધેન 100 ટકા કેસબેક ઓફર' કરી લોન્ચ

જિયોએ પોતાના યુઝર્સ માટે વધુ એક ઓફર લોન્ચ કરી છે. જેનું નામ Get more than 100% cashback રાખવામાં આવ્યુ છે. આ ઓફર અંતર્ગત યુઝર્સે 398 રૂપિયા કે તેનાથી વધુનુ રિચાર્જ કરવાનું રહેશે. રિચાર્જ બાદ યુજર્સને 50-50 રૂપિયાના 8 વાઉચર મળશે. જેને જોડવાથી 400 રૂપિયા ભેગા થશે. આ ઓફર 15 ઓગસ્ટ સુધી ચાલશે.
રૂપાણી સરકાર, ભાજપ સંગઠન શોધે છે પાટીદાર અનામત આંદોલનનો ડેમેજ કન્ટ્રોલર : હાર્દિક પટેલ

રૂપાણી સરકાર, ભાજપ સંગઠન શોધે છે પાટીદાર અનામત આંદોલનનો ડેમેજ કન્ટ્રોલર : હાર્દિક પટેલ

છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ઠંડું પાડવા માટે ગુજરાત સરકાર કે સંગઠન પાસે કોઈ ડેમેજ કન્ટ્રોલર ન હોવાને કારણે આંદોલન અલગ-અલગ તબક્કામાં વારંવાર જોર પકડી રહ્યું છે. ખાસ કરીને પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલને સમજાવી શકે એવા બીજેપીમાં કોઈ પાટીદાર આગેવાન કે મંત્રી ન હોવાથી સરકાર પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે.
Microsoftનો દાવો : નકલી વેબસાઇટથી USAની જાસૂસી કરે છે રશિયા

Microsoftનો દાવો : નકલી વેબસાઇટથી USAની જાસૂસી કરે છે રશિયા

રશિયાની ગુપ્તચર એજન્સીએ અમેરિકાના રાજકીય સંસ્થાનોની જાસૂસી માટે છ નકલી વેબસાઇટ બનાવી છે. આ ખુલાસો માઈક્રોસોફ્ટે કર્યો છે. કંપનીએ દાવો કર્યો કે સોમવારે રાત્રે ડિજિટલ ક્રાઈમ યુનિટને આ વેબસાઇટ અંગે જાણકારી મળી, જે બાદ તેઓએ તેને નિષ્ક્રિય કરી દીધી હતી. રશિયાની સરકારના સમર્થની એક હેકિંગ ગ્રુપે આ વેબસાઇટ બનાવી, જેનો હેતુ સંસદના કોમ્પ્યુટર હેક કરવાનો હતો.
કચ્છમાં મસ્જિદમાં લાઉડ સ્પીકર ચાલુ કરાતા જૂથ અથડામણ; 6 ઇજાગ્રસ્ત

કચ્છમાં મસ્જિદમાં લાઉડ સ્પીકર ચાલુ કરાતા જૂથ અથડામણ; 6 ઇજાગ્રસ્ત

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કાઠડા ગામમાં મસ્જિદમાં નમાજના સમયે લાઉડ સ્પીકર ચાલુ રાખવા બાબતે જૂથ અથડામણમાં 6 ઘવાયા હતા. ગામના રિવાજ અનુસાર, કોઈના ઘરમાં મોત થયું હોય તો નમાજ સમયે લાઉડ સ્પીકર વગાડવા પર મનાઈ છે. મૃતકના પરિવારજનો સ્પીકર બંધ કરાવવા મસ્જિદમાં ધસી ગયા હતા. ઉગ્ર સ્વરુપ ધારણ કરતાબંને સમુદાયના લોકો પાઈપ, ધારદાર હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more