Short News

બોટમ ફિશિંગ કરવું હોય તો રિયલ્ટી સ્ટોક્સમાં તક ઝડપો

બોટમ ફિશિંગ કરવું હોય તો રિયલ્ટી સ્ટોક્સમાં તક ઝડપો

દલાલ સ્ટ્રીટમાં સૌ પ્રથમ રિયલ્ટી સેક્ટરે બોટમ આઉટના સંકેત આપ્યા છે. બ્રોકર્સના રિપોર્ટ્સ ચકાસીએ તો લાગે છે કે, આ સેક્ટરનો ખરાબ સમય હવે પૂરો થયો છે અને કેટલાક સ્ટોક્સમાં બોટમ ફિશિંગની તક ઊભરી રહી છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની સ્થિતિ સુધરી રહી હોવાના કેટલાક પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. રિયલ્ટી કંપનીઓની આવકમાં આગામી ક્વાર્ટર્સથી વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ ગામમાં લોકો એકબીજાને બોલાવવા નામના બદલે કરે છે સંગીતનો ઉપયોગ

આ ગામમાં લોકો એકબીજાને બોલાવવા નામના બદલે કરે છે સંગીતનો ઉપયોગ

ભારતના મેઘાલય રાજ્યમાં આવેલું કૉન્ગથૉન્ગ ગામ એક અનોખુ ગામ છે. આ ગામમાં અલગ અલગ સંગીત અને સીટીઓથી વાતાવરણ ગુંજતુ રહે છે. તેનું કારણ છે અહી લોકો એકબીજાને નામથી બોલાવવાને બદલે વિવિધ સંગીત અને સીટીઓથી બોલાવે છે. આ ગામમાં મોટાભાગના લોકો ખાસી જનજાતિના છે. પરંપરા મુજબ અહીં માતા જ પોતાના બાળક માટે સંગીત તૈયાર કરે છે.
આ એક્ટ્રેસે ભગવાન ગણેશ વિશે કરી વાંધાજનક ટિપ્પણી, થઈ ટ્રોલ

આ એક્ટ્રેસે ભગવાન ગણેશ વિશે કરી વાંધાજનક ટિપ્પણી, થઈ ટ્રોલ

બિગબૉસની એક્સ કન્ટેસ્ટન્ટ સૉફિયા હયાત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સોફિયાએ ભગવાન ગણેશને અલ્લાહ અને પોતાના પુત્ર ગણાવતા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. સોફિયાએ પોતાના ઈન્સાગ્રામ એકાઉન્ટ પર ગણેશજી સામે નમન કરતી તસ્વીર શેર કરી વાંધાજનક કેપ્શન લખતા ટ્રોલર્સનો નિશાનો બની હતી.
ગુજરાત ધારાસભ્યોના પગારમાં કરાયો ધરખમ વધારો

ગુજરાત ધારાસભ્યોના પગારમાં કરાયો ધરખમ વધારો

ગુજરાત વિધાનસભાના બીજા દિવસે આજે પગાર-ભથ્થા વધારો કરતું વિધેયક પસાર કરવામાં આવ્યુ છે. પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે. ત્યારે ગુજરાત ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87માંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more