Short News

અદનાન સામીના દીકરાએ ઉતાર્યું વજન

અદનાન સામીના દીકરાએ ઉતાર્યું વજન

બોલિવૂડમા પ્રખ્યાત સીંગર અદનાન સામીનું વજન 2006માં લગભગ 230 કિલો હતું. અદનાને ડાયટ અને એક્સર્સાઈઝ કરીને કોઈ પણ પ્રકારની સર્જરી કરાવ્યા વિના વજન ઉતાર્યું. અત્યારે તેનું વજન 70 કિલો છે. અદનાન સામીનો દીકરો અઝાન સામી પણ પિતાના રસ્તે ચાલી રહ્યો છે. તેણે પોતાનું ઘણું વજન ઉતાર્યું છે. તે પણ પિતાની જેમ સારો સિંગર છે.
ભાદરવાના ભડાકાઃ વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ

ભાદરવાના ભડાકાઃ વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ

ગઈ કાલે ગુરુવારે સાંજે વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિદાય લીધી હતી. જેના લીધે પાકો પણ સુકાવા લાગતા ખેડુતોની ચિંતા વધી હતી. પરંતુ ટાણે જ મેઘરાજાએ એન્ટ્રી કરતા ઉભા પાકોને જીવનદાન મળ્યુ હતુ. ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જાણવા સ્ક્રોલ કરો.
ખેડૂતોના અકસ્માતે મોત પર ગુજરાત સરકાર આપશે બે લાખની સહાય

ખેડૂતોના અકસ્માતે મોત પર ગુજરાત સરકાર આપશે બે લાખની સહાય

નીતિન પટેલે બુધવારે બપોરે ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કેસમાં મળતી સહાય બમણી કરવાની જાહેરાત કરી હતી. આકસ્મિક મૃત્યુ પામનાર ખેડૂતને હવે એક લાખના બદલે બે લાખની સહાય અને ગંભીર ઇજાગ્રસ્ત ખેડૂતને 50 હજારમાંથી બમણા કરીને એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જયારે, મહત્વપૂર્ણ બાબતમાં અત્યાર સુધીમાં માત્ર ખેડૂત ખાતેદારને જ આ વળતરનો લાભ આપવામાં આવતો હતો.
ઓરિસ્સા-આંધ્ર પર વાવાઝોડાનું સંકટ, હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર

ઓરિસ્સા-આંધ્ર પર વાવાઝોડાનું સંકટ, હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર

આજે શુક્રવારે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી વાવાઝોડું આવવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ-મધ્ય અને પૂર્વી-મધ્ય બંગાળની ખાડીમાં થયેલું સર્જાયેલુ પ્રશર 15 કિમીની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાને લઈ ઓરિસ્સા અને આંધ્રના અમુક ભાગોમાં હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યુ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more