Short News

રાખી સાવંતે આપ્યુ જ્ઞાનઃ ‘નાકના વાળથી હાર્ટમાં બ્લોકેજ થાય'

રાખી સાવંતે આપ્યુ જ્ઞાનઃ ‘નાકના વાળથી હાર્ટમાં બ્લોકેજ થાય'

રાખી પોતાના વાયરલ વીડિયોમાં કહી રહી છે કે નાકના વાળના કારણે હાર્ટમાં બ્લોકેજ થઈ શકે છે એટલા માટે લોકોએ સાવધાની રાખવી જોઈએ. જો કે આ વાત વૈજ્ઞાનિક રીતે કેટલી સાચી છે તે તો ન જણાવી શકાય પરંતુ રાખી સાવંત જે રીતે બિન્દાસ થઈને કહી રહી છે તે જબરદસ્ત છે. રાખી વીડિયોમાં હેર રિમુવર મશીન બતાવી રહી છે કે જે નોઝ હેર સાફ કરે છે.
ટીનેજરે હેક કર્યું Appleનું કોમ્પ્યુટર, લોકો કહે છે જુનિયર બિલ ગેટ્સ

ટીનેજરે હેક કર્યું Appleનું કોમ્પ્યુટર, લોકો કહે છે જુનિયર બિલ ગેટ્સ

ઓસ્ટ્રેલિયાના એક ટીનેજરે એપલની કમ્પ્યૂટર સિસ્ટમ હેક કરી છે. આ છોકરાએ એક વર્ષમાં ઘણી વખત એપલની સિસ્ટમ એક્સેસ કરી છે કારણકે તે ‘એપલનો ફેન' છે. મેલબર્નના આ 16 વર્ષના છોકરાનું સપનું છે કે તે એક દિવસ એપલમાં કામ કરશે. છોકરાએ એપલના મેનફ્રેમ કમ્પ્યૂટરને હેક કરીને 90 GBની સિક્યોર ફાઈલ્સ ડાઉનલોડ કરીને કેલિફોર્નિયાના Cupertino સ્થિત એપલ હેડક્વાટરનું ધ્યાન ખેંચ્યું છે.
કેરળ પૂર : શૌર્યચક્રથી સન્માનિત નેવી કેપ્ટને છત પર હેલિકોપ્ટર ઉતારી બચાવી 26 જિંદગી

કેરળ પૂર : શૌર્યચક્રથી સન્માનિત નેવી કેપ્ટને છત પર હેલિકોપ્ટર ઉતારી બચાવી 26 જિંદગી

કેરળમાં છેલ્લા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 12 જિલ્લામાં પૂરથી સ્થિતિ છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મી, નેવી, એરફોર્સ અને એનડીઆરએફની ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. નેવી ટીમના સભ્ય અને શૌર્ય ચક્ર વિજેતા કેપ્ટન પી રાજકુમારે શુક્રવારે એક મકાનની છત પર સી કિંગ 42B હેલિકોપ્ટર ઉતારીને 26 લોકોના જીવ બચાવ્યા.
જગ્યા ન મળતા હાર્દિક પટેલ કારમાં બેસીને કરશે ઉપવાસ

જગ્યા ન મળતા હાર્દિક પટેલ કારમાં બેસીને કરશે ઉપવાસ

પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલે રવિવારે એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. નિકોલમાં ઉપવાસ માટે સરકારે જગ્યાની મંજૂરી ન આપતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને હાર્દિક એક દિવસનો ઉપવાસ કરશે. 25 ઓગસ્ટથી હાર્દિકે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. નિકોલના ગ્રાઉંડમાં બેસીને ઉપવાસ કરવા સરકાર પાસે મંજૂરી માગી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more