Short News

ફરહાન અખ્તર આ હોટ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ

ફરહાન અખ્તર આ હોટ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તર વચ્ચે લાંબો સમય ઈલુ ઈલુ ચાલ્યુ બાદ બંને છૂટા પડ્યા હતા. પરંતુ તેને ભૂલાવી ફરાહાન ઝડપથી પોતાની જિંદગીમાં આગળ વધી રહ્યો છે. જી હા, ફરહાન અખ્તર આજકાલ બોલિવૂડની હોટેસ્ટ એક્ટ્રેસ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. ભલભલી બોલિવૂડ એક્ટ્રેસને સુંદરતાને મામલે પાછળ છોડનાર શિવાની ભાવેશ જોશી સુપરહિરોમાં જોવા મળી હતી.
એશિયાડઃ જાણો ભારતે મોકલેલા 571 ખેલાડીઓ માથી ગુજરાતના કેટલા ખલાડી

એશિયાડઃ જાણો ભારતે મોકલેલા 571 ખેલાડીઓ માથી ગુજરાતના કેટલા ખલાડી

ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબેંગ એશિયન ગેમ્સ માટે ભારત તરફથી કુલ 571 ખેલાડીઓને મોકલવામાં આવ્યા છે. તેમાં હરિયાણા, પંજાબ, યુપી, દિલ્હી અને મણીપુરમાંથી 276 ખેલાડીઓ સામેલ છે. જ્યારે 571માંથી ગુજરાતના માત્ર 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તો બિહારમાંથી માત્ર 1 એથલેટે ભાગ લીધો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતે એશિયન ગેમ્સમાં 541 ઍથ્લીટઓ મોકલ્યા હતા.
આ રીતે ઘરે જ પ્રાકૃતિક રીતે બનાવો હેયર કંડિશનર

આ રીતે ઘરે જ પ્રાકૃતિક રીતે બનાવો હેયર કંડિશનર

વાળને સિલ્કી અને પોષણક્ષમ બનાવવા માટે આપણે બજારમાં મળતા કંડીશનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આજે અમે આપને ઘરે જ પ્રાકૃતિક કંડીશનર બનાવવાની રીત જણાવીશું આ માટે એક બાઉલમાં 4 ચમચી નારિયેળનું દૂધ લઈ તેમાં 2 ચમચી મધ ઉમેરી બરાબર મિક્ષ કરી લો 10 મિનિટ રહેવા દો. ત્યાર બાદ હેયર બ્રશની મદદથી કંડીશનરને વાળમાં લગાવી 1 કલાક બાદ શેમ્પુથી ધોઈ લો.
અહીં સ્થપાશે ભારત માતાની વિરાટ પ્રતિમા

અહીં સ્થપાશે ભારત માતાની વિરાટ પ્રતિમા

મંદસૌરમાં દેશની સૌથી ઊંચી ભારત માતાની પ્રતિમાનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. આ પ્રતિમાની ઉંચાઈ 251 ફૂટ હશે. તેમજ તેને અષ્ટધાતુમાંથી બનાવવામાં આવશે. મૂર્તિની ડ્રોઇંગ-ડિઝાઇન દિલ્હીના ગુડગાંવની માતુરામ આર્ટ ઓફ રિસર્ચ કંપનીએ તૈયારી કરી છે. મૂર્તિના નિર્માણ કાર્યમાં આશરે 5 વર્ષ લાગશે તેમજ તેના માટે આશરે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more