Short News

શનિ મંદિરમાં દર્શન માટે પહોંચેલી સારા ફોટોગ્રાફર્સ પર ભડકી

શનિ મંદિરમાં દર્શન માટે પહોંચેલી સારા ફોટોગ્રાફર્સ પર ભડકી

બોલિવુડ એક્ટ્રેસ અને સૈફ અલી ખાન-અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ' આ વર્ષે રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિવાય સારા રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા'માં પણ જોવા મળશે. રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શનિવારે સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ સાથે શનિ મંદિરે દર્શન કરવા પહોંચી. સારા મંદિરમાંથી નીકળતી વખતે ફોટોગ્રાફર્સ પર ભડકી ઉઠે છે તે જોઈ શકાય છે.
ફરી મોંઘું થયું પેટ્રોલ, જાણો અમદાવાદમાં શું છે કિંમત

ફરી મોંઘું થયું પેટ્રોલ, જાણો અમદાવાદમાં શું છે કિંમત

પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ફરી 9 પૈસાનો વધારો નોંધાયો છે. ગુરુવારે પણ પેટ્રોલના બાવમાં 7 પૈસાનો વધારો નોંધાયો હતો. આ વધારા બાદ અમદાવાદમાં લીટર દીઠ પેટ્રોલના ભાવ 79.28 રૂપિયાની સપાટી પર પહોંચી ગયા છે જ્યારે ડીઝલ 79.28 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં કોઈ વધારો-ઘટાડો નોંધાયો નથી.

જમ્મુ કાશ્મીરઃ શોપિયામાં 4 પોલીસકર્મીઓનું અપહરણ, 2 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરઃ શોપિયામાં 4 પોલીસકર્મીઓનું અપહરણ, 2 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના શોપિયામાં શુક્રવારે ત્રણ સ્પેશિયલ ઓફિસર અને એક પોલીસ જવાનોનું આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. માહિતી મળી છે કે અપહરણ પહેલા હિજબુલના આતંકી રિયાઝ નાઈકુએ પોલીસ કર્મીઓને ધમકી આપી હતી. જ્યારે બીજી બાજુ ગુરુવારે બંદી પૂરામાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.
ભાદરવાના ભડાકાઃ વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ

ભાદરવાના ભડાકાઃ વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ

ગઈ કાલે ગુરુવારે સાંજે વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિદાય લીધી હતી. જેના લીધે પાકો પણ સુકાવા લાગતા ખેડુતોની ચિંતા વધી હતી. પરંતુ ટાણે જ મેઘરાજાએ એન્ટ્રી કરતા ઉભા પાકોને જીવનદાન મળ્યુ હતુ. ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જાણવા સ્ક્રોલ કરો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more