Short News

ગુજરાતમાંથી 14 ટન દવાઓનો જથ્થો કેરળ મોકલવામાં આવ્યો

ગુજરાતમાંથી 14 ટન દવાઓનો જથ્થો કેરળ મોકલવામાં આવ્યો

ગુજરાત ફાર્માસિસ્ટ અસોસિએશન અને ગુજરાત ફૂડ એંડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે આશરે 14 ટન જેટલો દવાઓનો જથ્થો એકઠો કર્યો જે શનિવારે કેરળ પહોંચ્યો. એરફોર્સની મદદથી દવાઓનો જથ્થો કેરળ પહોંચાડવામાં આવ્યો. ગુજરાત FDCAની વડોદરા, વાપી અને અમદાવાદ ઓફિસ સિવાય અન્ય સ્થળોએથી કેરળના પૂર પીડિતો માટે જરૂરી દવાઓનો જથ્થો એકઠો કરવામાં આવ્યો.
ગુજરાતમાં ખેડૂતોની તોબા : 111 કિલો લસણના ભાવમાં આવે 1 લીટર પેટ્રોલ

ગુજરાતમાં ખેડૂતોની તોબા : 111 કિલો લસણના ભાવમાં આવે 1 લીટર પેટ્રોલ

ગુજરાતમાં મોરબી જિલ્લાના 20 ગામોના ખેડૂતોના ઉભા પાક સુકાય છે ત્યારે ડેમી 2 અને 3 ડેમમાં નર્મદાના નીર ઠાલવી ડેમ ભરવાની માંગ સાથે 6 દિવસથી સતત નવા નવા કાર્યક્રમો સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. અત્યારે ખેડૂત લસણ 111 કિલો વહેંચે ત્યારે 1 લીટર પેટ્રોલ આવે છે, સરકારની આંખ ખોલવા માટીની સાથે લસણ પણ ડેમમાં નાખી ડેમ પૂરવાનો નવતર વિરોધ કાર્યક્રમ કર્યો હતો.
ગોધરાની કચેરી બની પૌરાણિક અવશેષોનું સ્થાન

ગોધરાની કચેરી બની પૌરાણિક અવશેષોનું સ્થાન

ગોધરાની જૂની મામલતદાર કચેરી જાણે પૌરાણિક અવશેષોનું વિશેષ સ્થાન બની ગઇ હોય તેમ ખોદકામ દરમિયાન એક પછી એક પૌરાણિક અવશેષો મળી રહ્યા છે. જેમાં આ વખતે વધુ એક પૌરાણિક દિવાલ મળી આવી છે. જેથી હાલ પુરતુ ખોદકામ અટકાવી દેવાયુ છે. અને પુરાતત્વ વિભાગને જાણ કરાતા આ અવશેષોના નમૂના લઇને તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યુ છે.
વડાપ્રધાન મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે

આગામી 30 સપ્ટેમ્બરના રોજ રવિવારે એક દિવસ માટે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી આણંદ, અંજાર કે મુંદ્રા અને રાજકોટ ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાનની મુલાકાત નક્કી થઈ છે પરંતુ કાર્યક્રમો અને સમય ફાઈનલ નથી થયાં. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમનો ટાઈમ હજી ચોક્કસપણે જાહેર નથી થયો.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more