Short News

આજે 41,000 વિદ્યાર્થીઓ MSUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે કરશે મતદાન

આજે 41,000 વિદ્યાર્થીઓ MSUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે કરશે મતદાન

આજે વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. આ માટે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 41,000 વિદ્યાર્થીઓ મતદાન કરવાના છે. આ અંગે સામાન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ચૂંટણી ટાઇમપાસ અને મઝા છે. જાહેરમાં થતી મારામારી અમારા માટે ફ્રીનું મૂવી ટ્રેલર છે. અમારા હિતની અને પ્રશ્નોની ચર્ચા ચૂંટણી વખતે જ કરાય છે.
એશિયા કપ 2018: ધવનની શાનદાર સદીથી ભારતે હોંગકોંગને 26 રને આપી હાર

એશિયા કપ 2018: ધવનની શાનદાર સદીથી ભારતે હોંગકોંગને 26 રને આપી હાર

એશિયા કપ 2018માં ભારતે પોતાની પહેલી મેચ જીતવા માટે ભારે સંઘર્ષ બાદ હોંગકોંગને 26 રને હાર આપી છે. ભારતે પ્રથમ બેટિંગ કર્યા બાદ હોંગકોંગને 286 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં હોંગકોંગ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 259 રન બનાવી શકી હતી. ભારતના લક્ષ્યાંક સામે હોંગકોંગની ઓફનિંગ જોડીએ શાનદાર શરુઆત કરી હતી.
હાર્દિકના 19 દિવસના ઉપવાસ પર પાણી ફર્યું, કોર્ટે અલ્પેશ કથરિયાની જામીન અરજી ફગાવી

હાર્દિકના 19 દિવસના ઉપવાસ પર પાણી ફર્યું, કોર્ટે અલ્પેશ કથરિયાની જામીન અરજી ફગાવી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણો અને કોમી વૈમન્સ ફેલાવી રાજદ્રોહના ગુનાનો સામનો કરતા આરોપી અલ્પેશ કથરીયાની જામીન અરજી એડિ.સેશન્સ જજ ડી.પી.ચુડાસ્માએ નામંજૂર કરી છે. કોર્ટે જામીન અરજી ફગાવાત નોંધ્યું હતું કે, આરોપી સુરત પાસનો કન્વીર છે. અને આ ગુનામાં તે 3 વર્ષથી છુપાતો ફરતો હતો.
હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર : શંકરસિંહ વાઘેલા

હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર : શંકરસિંહ વાઘેલા

આજે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાન વસંત વગડા ખાતે સમર્થકો સાથે બેઠક યોજ્યા બાદ રાજ્યના પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ. હાલની સ્થિતિ પર PM મોદી જ જવાબદાર છે, રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more