Short News

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધને વાહન ચાલકોને રોડ સેફ્ટી માટે બંધી રાખડી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધને વાહન ચાલકોને રોડ સેફ્ટી માટે બંધી રાખડી

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ કરીને લોકોને રોડ સેફ્ટી, ટ્રાફિક સેન્સ અને રુલ્સ વિશે માહિતગાર કર્યા બાદ આજે રક્ષાબંધન નિમિત્તે અમદવાદ ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. હેલ્મેટ પહેર્યા વગર રસ્તા પર નીકળતી મહિલાઓને રોકીને તેમની પાસે પોતાને રાખડી બંધાવી હતી અને રાખડીની ભેટમાં મહિલાઓને હેલ્મેટની ગિફ્ટ આપી હતી.
એમેઝોન, સમારાએ બિરલાની More ને 4,200 કરોડમાં ખરીદી

એમેઝોન, સમારાએ બિરલાની More ને 4,200 કરોડમાં ખરીદી

સમારા કેપિટલ અને એમેઝોને આદિત્ય બિરલા જૂથની ફૂડ અને ગ્રોસરી રિટેલ ચેઇન Moreને લગભગ રૂપિયા 4,200 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં હસ્તગત કરી છે. બે સિનિયર એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર આદિત્ય બિરલા ગ્રૂપના વરલી, મુંબઈ ખાતેના હેડક્વાર્ટરમાં બુધવારે બપોરે 1:30 કલાકે સોદા પર હસ્તાક્ષરની પ્રક્રિયા શરૂ થઈ હતી. ABRL 575 More સ્ટોર્સની માલિકી ધરાવે છે.
જેટ એરવેઝની મુંબઈ, દિલ્હી ઓફિસમાં ઇન્કમ ટેક્સે કર્યો સરવે

જેટ એરવેઝની મુંબઈ, દિલ્હી ઓફિસમાં ઇન્કમ ટેક્સે કર્યો સરવે

આવકવેરા વિભાગે બુધવારે જેટ એરવેઝની મુંબઈ અને દિલ્હીની ઓફિસોમાં સરવે હાથ ધર્યો હતો. એરલાઇન પર નાણાંની ઉચાપતના કેસમાં સરકારની તપાસ ચાલતી હોવાથી I-T વિભાગનો સરવે મહત્ત્વ ધરાવે છે. મુંબઈ અને દિલ્હીની બે-બે ઓફિસમાં સરવે હાથ ધરાયો હતો. જેનો હેતુ ખર્ચના વેરિફિકેશનનો હતો. જેટ એરવેઝે જણાવ્યું હતું કે, "સરવે IT વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે."
BSE, NSEને કોમોડિટી ડેરિવેટિવ્ઝની મંજૂરી

BSE, NSEને કોમોડિટી ડેરિવેટિવ્ઝની મંજૂરી

BSE અને NSEને સેબીએ પહેલી ઓક્ટોબરથી કોમોડિટી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની મંજૂરી આપી છે. એક્સ્ચેન્જ મેટલ્સ સહિત બિનકૃષિ કોમોડિટી પર ધ્યાન કેન્દ્રિત કરશે. BSE પર ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને કરન્સી ડેરિવેટિવ્ઝનું ટ્રેડિંગ થાય છે. સેબી અનુસાર ઓક્ટોબર 2018થી દેશમાં યુનિફાઇડ એક્સ્ચેન્જ પ્રણાલી હેઠળ સ્ટોક એક્સેન્જિસ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ ઓફર કરી શકશે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more