Short News

બોઘરા-બાવળિયા ભેગા થાય તો કોંગ્રેસને ડિપોઝિટના પણ ફાંફા પડેઃ રૂપાણી

બોઘરા-બાવળિયા ભેગા થાય તો કોંગ્રેસને ડિપોઝિટના પણ ફાંફા પડેઃ રૂપાણી

આજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી મુખ્યમંત્રી 87 કરોડના જસદણ-વીંછિયા તાલુકાના કામોના લોકાર્પણ માટે જસદણના કનેસરા ગામે પહોંચ્યા હતા. રૂપાણી જણાવ્યું હતું કે, જસદણમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાએ સાથે મળીને કામ કર્યા છે. કોંગ્રેસના લોકો ખાલી ખાલી વાતો કરે છે કે, બાવળિયાને હરાવીશું. બોઘરા-બાવળિયા ભેગા થાય તો કોંગ્રેસને ડિપોઝિટના પણ ફાંફા પડે એવું છે.
Paytmની ફરિયાદને લઈ ગૂગલે પોતાની પોલિસીમાં કર્યો બદલાવ

Paytmની ફરિયાદને લઈ ગૂગલે પોતાની પોલિસીમાં કર્યો બદલાવ

મોબાઈલ પેમેન્ટ એપ પેટીએમે અમેરિકાની કંપની ગૂગલ વિરુદ્ધ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખી ફરિયાદ કરી હતી કે, તે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ જાહેરાત અને અન્ય કામો માટે કરે છે. જેને લઈ ગૂગલ ઈન્ડિયાએ પોતાની ડિઝિટલ પેમેન્ટ મોબાઈલ એપની પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જો કે ગૂગલે પેટીએમની ફરિયાદ પર કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી ના પાડી છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછા ફરવા માટે દયાભાભીએ માંગી આટલી ફી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછા ફરવા માટે દયાભાભીએ માંગી આટલી ફી

લોકપ્રિય કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ‘દયાબેન'નો રોલ કરનાર દિશા વાંકાણીની સિરિયલમાં ગેરહાજરીને લઈ અવનવી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સિરિયલ મેકર્સે આ મામલે સ્પષ્ટતા કરી છે. મળતી માહિતી પ્રમાણે દિશા નવરાત્રી આસપાસ શોમાં કમબેક કરવાની છે ત્યારે તેણે પોતાની એપિસોડ દીઠ ફી વધારીને 1.50 લાખ કરવાની ડિમાન્ડ કરી છે.
રાખી સાવંત પોતાના આ અંગનુ કરવા માંગે છે દાન, કરી જાહેરાત

રાખી સાવંત પોતાના આ અંગનુ કરવા માંગે છે દાન, કરી જાહેરાત

અભિનેત્રી રાખી સાવંત પોતાના નિવેદનોને લઈ ભારે ચર્ચામાં રહે છે. ત્યારે રાખીએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વીડિયો શેર કરતા કહ્યુ કે, દુનિયામાં એવા ઘણા મહાન લોકો છે. જે પોતના શરીરના અંગોનું દાન કરે છે. કોઈ પોતાની આંખો દાન કરે છે. કોઈ પોતાના લંગ્સ દાન કરે છે. આથી હું પોતાના સ્તન દાન કરવા ઈચ્છુ છુ. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more