Short News

અગારિયાઓની વાડીમાં ભણવા મજબૂર બન્યાં ગુજરાતના આ ગામના બાળકો

અગારિયાઓની વાડીમાં ભણવા મજબૂર બન્યાં ગુજરાતના આ ગામના બાળકો

ગુજરાતમાં અમરેલીના રાજુલા તાલુકાના વિક્ટર ગામની સરકારી શાળાના ધોરણ 9 અને 10 વિદ્યાર્થીઓ શાળાના બદલે કોળી સમાજની વાડીમાં ભણે છે. વિક્ટર ગામની સરકારી શાળામાં. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ગામથી દૂર જવું પડતું હતું. સરકારી શાળાના શિક્ષકોએ રજૂઆત કરતા સરકારે તાત્કાલિક મંજૂરી આપીને માધ્યમિક ધોરણના શિક્ષકો પણ મોકલી આપ્યા હતા.
શોપિયાંમાં 3 SPO ની હત્યા બાદ 4 જવાનોએ આપ્યા રાજીનામા

શોપિયાંમાં 3 SPO ની હત્યા બાદ 4 જવાનોએ આપ્યા રાજીનામા

આતંકવાદીઓએ સાઉથ કાશ્મીરના શોપિયાંમાંથી અપહરણ કરાયેલ ત્રણ પોલિસકર્મીઓની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ રાજ્ય પોલિસના ચાર જવાન અત્યાર સુધીમાં રાજીનામા આપી ચૂક્યા છે. આ જવાનોએ વીડિયો જારી કરીને પોતાના રાજીનામાનું એલાન કર્યુ છે. સ્પષ્ટ છે કે આતંકીઓના મનસૂબા સામે જવાનોનો ડર વધી રહ્યો છે. જમ્મુ કાશ્મીર પોલિસના 11 સંબંધીઓને સાઉથ કાશ્મીરમાંથી અપહ્રત કરાયા હતા.
વિરાટ કોહલીએ પોતાનું ધમાકેદાર પોસ્ટર કર્યુ લોન્ચ, જાણો શું છે હકીકત

વિરાટ કોહલીએ પોતાનું ધમાકેદાર પોસ્ટર કર્યુ લોન્ચ, જાણો શું છે હકીકત

આજથી 10 વર્ષ પહેલા વિરાટ કોહલીએ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યુ હતુ. ત્યારે હવે 10 વર્ષ પછી વિરાટ કોહલી નવા પ્રોફેશનમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોતાનું ધમાકેદાર પોસ્ટર લોન્ચ કર્યુ છે. તેના કેપ્શનમાં લખ્યુ છે કે, '10 વર્ષ પછી એક વધુ ડેબ્યૂ...રાહ નથી જોવાતી.'
ડેટ પર આવ્યો હાર્ટ અટેક, ગર્લફ્રેન્ડે કિસ કરીને બચાવી જાન

ડેટ પર આવ્યો હાર્ટ અટેક, ગર્લફ્રેન્ડે કિસ કરીને બચાવી જાન

ગર્લફ્રેન્ડ સાથે પહેલી ડટ પર 'કિસ' એક શ્રેષ્ઠ યાદગાર અનુભવ માનવામાં આવે છે. પરંતુ પહેલી જ ડેટ પર તમારા પાર્ટનરની જાન બચાવવા માટે કિસ કરવી પડે તો આ બહુ રોમાંચક પેદા કરનાર પળ છે. આવી જ એક ઘટના કેલિફોર્નિયામાં બની. કેલિફોર્નિયામાં એક કપલ મેક્સ મૉન્ટગમરી અને ડૉક્ટર એન્ડી ટ્રાએનર પહેલી ડેટ પર સમુદ્ર કાંઠે સમય વિતાવવા માટે પહોંચ્યા હતા.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more