Short News

જૂનાગઢના સરકારી શિક્ષકે શિક્ષણ સુધાર માટે ઘરે જ બનાવ્યો 7 લાખના ખર્ચે ડિજિટલ સ્ટુડિયો

જૂનાગઢના સરકારી શિક્ષકે શિક્ષણ સુધાર માટે ઘરે જ બનાવ્યો 7 લાખના ખર્ચે ડિજિટલ સ્ટુડિયો

જૂનાગઢના બરવાળા માધ્યમિક શાળાનાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક બલદેવપરી ઝવેરપરીનું કહેવું છે કે શિક્ષક ડિજીટલ નહીં બને તો સમાજ ડિજીટલ નહીં બની શકે. ડિજીટલનું પાયાનું જ્ઞાન શાળાથી જ વહેતુ થવું જોઇએ. તોજ સમગ્ર સમાજ ડિજીટલ તરફ આગળ વધી શકશે. તેઓ રાષ્ટ્રનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામી ચૂક્યા છે. બલદેવપરીએ વર્ષ 2011માં www.baldevpari.com વેબસાઇટ બનાવી છે.
મોદી સરકારે ચાર વર્ષમાં 2,420 કાયદાઓ નાબુદ કર્યા : RTIમાં ખુલાસો

મોદી સરકારે ચાર વર્ષમાં 2,420 કાયદાઓ નાબુદ કર્યા : RTIમાં ખુલાસો

PM મોદીની સરકારે 4 વર્ષમાં દેશનાં 2,420 જેટલાં કેન્દ્રિય કાયદાઓ રદ કરી નાંખ્યા છે. આ કાયદાઓ એવા હતા કે, જેનો હવે કોઇ ઉપયોગ નથી. માહિતી અધિકારનાં કાયદા (2005) હેઠળ માંગવામાં આવેલી એક માહિતીમાં આ વાતનો ખુલાસો થયો છે. લખનઉના રહેવાસી અને માહિતી અધિકાર કાર્યકર્તા નુતન ઠાકુરે માહિતી અધિકારના કાયદા હેઠળ કાયદા વિભાગ (લેજીસ્લેટિવ ડિપાર્ટમેન્ટ) પાસે માહિતી માંગી હતી.
ગુજરાતમાં 'નારી' નામની ગાયની વિશિષ્ટ પ્રજાતિ

ગુજરાતમાં 'નારી' નામની ગાયની વિશિષ્ટ પ્રજાતિ

ગુજરાતમાં 'નારી' નામની ગાયની વિશિષ્ટ પ્રજાતિ જોવા મળે છે. આ પ્રજાતિની નોંધણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહિસાગર જિલ્લામાં પણ આ ગાયો જોવા મળે છે. ચોમાસા પછી 30 હજાર જેટલી ગાયો સ્થળાંતર કરી ઉત્તર ગુજરાત તરફ આવે છે. આ ગાયની પ્રજાતિ રંગે સંપૂર્ણ સફેદ છે. નારી ગાય મૂળ રાજસ્થાનના સિરોહી અને પાલી જિલ્લામાં જોવા મળે છે.
સરકાર ઘોર નિંદ્રામાં : ગીરના જંગલમાં 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12ના મોત

સરકાર ઘોર નિંદ્રામાં : ગીરના જંગલમાં 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12ના મોત

ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 11 સિંહોના 11 દિવસમાં મોત થયા છે. સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે 11 સિંહોના મોત થયા છે. સિંહોના મોત અલગ-અલગ કારણોથી થયા હોવાનું પ્રાથમિક તારણ છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more