Short News

કાર રસ્તામાં બંધ પડી જતા મારૂતિને રૂપિયા 50000 ચૂકવવા આદેશ

કાર રસ્તામાં બંધ પડી જતા મારૂતિને રૂપિયા 50000 ચૂકવવા આદેશ

ભારતની ગ્રાહક અદાલત દ્વારા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડને પોરબંદરના ગ્રાહકને રૂપિયા 50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે કારના ડિફેક્ટિવ પાર્ટ્સ વિનામૂલ્યે બદલી આપવા કહેવાયું છે. કંપનીએ 15 સપ્ટેમ્બર સુધીમાં રિપેર કરવાની રહેશે. નલીનભાઈ કાનાણીએ માર્ચ 2011માં મારુતિ સ્વિફ્ટ  ખરીદી હતી. જુલાઇ 2012માં તે રાજકોટ-જામનગર હાઇવે પર બંધ પડી ગઇ હતી.
સાબરમતીમાં વિસર્જન રોકવાની જવાબદારી અમારી નહીં, પોલીસની હતી : AMC

સાબરમતીમાં વિસર્જન રોકવાની જવાબદારી અમારી નહીં, પોલીસની હતી : AMC

અમદાવાદના તળાવો અને નદીઓમાં ગણેશ વિસર્જન પર હાઇકોર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં સાબરમતીમાં રવિવારે હજારો મૂર્તિઓનું વિસર્જન થયું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, સાબરમતીમાં વિસર્જન થતું રોકવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની નહીં પણ પોલીસની હતી. બીજી તરફ સુરતમાં પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર 24, 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

સપ્ટેમ્બર 24, 2018 : જાણો કેવી રહેશે બજારની ચાલ?

આજે એશિયાના બજારોમાં એસજીએક્સ નિફ્ટીમાં પા ટકાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે ડાઓ જોન્સ 87 પોઇન્ટની તેજી સાથે નવી ઉચાઇ પર બંધ થયા હતા. જાપાન, કોરીયા,ચીન અને તાઇવાનના બજાર આજે બંધ છે. આજે ફરી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ. મુંબઇમાં 90 રૂપિયાને પાર પેટ્રોલ. એનબીએફસીને થાઇ લિક્વિડીટિની અસર નહીં થવાનો સેબી અને આરબીઆઇએ જણાવતા માર્કેટમાં થોડી ઉથલપાથલ રહેવાની શક્યતા છે.
R. K. સ્ટુડિયોમાં અંતિમવાર ગણપતિ વિસર્જન; ઋષિ-રણબીર પહોંચ્યા બાપાના વિસર્જનમાં

R. K. સ્ટુડિયોમાં અંતિમવાર ગણપતિ વિસર્જન; ઋષિ-રણબીર પહોંચ્યા બાપાના વિસર્જનમાં

રાજ કપૂરના જમાનાથી આરકો સ્ટૂડિયોમાં કપૂર પરિવાર ઉત્સવો ઉજવતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકપૂર દ્વારા સ્થાપિત આરકો સ્ટૂડિયો વેચવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે બની શકે કે આરકે સ્ટૂડિયોમાં આ તેમનો છેલ્લો ગણેશોત્સવ હોય. ઋષિ કપૂર અને રણબીર કપૂર જ્યારે ગણપતિના આશીર્વાદ લેવા પહોંચ્યા તો કેમેરાએ તેમને ઘેરી લીધા. હવે, તેમનો આ વીડિયો સામે આવ્યો છે.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more