Short News

નર્મદા ડેમની સપાટી 118.83 મીટર થઇ; 4 દિવસમાં 122 મીટરને વટાવશે

નર્મદા ડેમની સપાટી 118.83 મીટર થઇ; 4 દિવસમાં 122 મીટરને વટાવશે

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમનની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 118.83 મીટર પર પહોંચી છે. આ જળ સપાટી અગામી 4 દિવસમાં વધીને 121.92 મીટરે જવાની શકયતા છે. હાલ ડેમમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 1050 MCM છે. હાલ ઉપરવાસમાંથી 18,467 ક્યુસેક પાણીની આવક થઈ છે.
કાજોલ પોતાની નવી ફિલ્મ અંગે ખુબ ઉત્સાહિત

કાજોલ પોતાની નવી ફિલ્મ અંગે ખુબ ઉત્સાહિત

અભિનેત્રી કાજોલ પોતાની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા'ને લઇને ખૂબ જ ઉત્સાહી છે. પ્રદીપ સરકાર નિર્દેશિત આ ફિલ્મમાં તે એક માતાનું પાત્ર ભજવવા જઇ રહી છે. કાજોલ કહે છે કે હું એક ફુલ મોમ છું, જોકે આ વિશે મારાં બાળકો વધુ કહી શકશે. હું એક સારી અને ખરાબ બંનેની વચ્ચે આવતી માતા છું. હું એક હાથે મારાં બાળકોને વાઇ ફાઇ આપી શકું છું તો બીજા હાથે પાછું પણ લઇ શકું છું.
સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી A7

સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી A7

સેમસંગ ઈન્ડિયાએ તેનો ગેલેક્સી A7 સ્માર્ટફોન આજે ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન ટ્રિપલ રીયર કેમેરાવાળો છે. ફ્લિપકાર્ટ પર 27 અને 28 સપ્ટેંબરે સ્પેશિયલ પ્રીવ્યૂ સેલ દરમિયાન તેમજ સેમસંગ ઈ-શોપ અને બેંગલુરુમાં સેમસંગ ઓપેરા હાઉસમાં તે ઉપલબ્ધ થશે. 24MP મેઈન + 5MP લાઈવ ફોકસ + 8MP અલ્ટ્રા-વાઈડ સેન્સર્સ (પાછળના ભાગમાં) કેમેરા છે. ભારતમાં તેની કિંમત 23,990 રૂપિયા છે.
ફ્રોડ-વિલફુલ ડિફોલ્ટ્સ પર કડક વલણ અપનાવે બેંક : અરુણ જેટલી

ફ્રોડ-વિલફુલ ડિફોલ્ટ્સ પર કડક વલણ અપનાવે બેંક : અરુણ જેટલી

નાણાંપ્રધાન અરુણ જેટલીએ બેંકોને જણાવ્યું છે કે ફ્રોડ અને વિલફુલ ડિફોલ્ટ્સની સ્થિતિમાં કડક વલણ અપનાવવામાં આવે. ઈકોનોમીની જરુરિયાતોને પૂરી કરવા માટે બેંકિંગ સીસ્ટમ પર ભરોસો પુનઃસ્થાપિત થવો જરુરી છે. જેટલી દિલ્હીમાં સરકારી બેંકોના પ્રમુખો સાથે મીટિંગ કરી રહ્યાં હતાં તે સમયે તેમણે આ વાત કરી છે. તેમણે બેઠકમાં બેંકોના વાર્ષિક પ્રદર્શનની સમીક્ષા પણ કરી હતી.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more