Short News

રાજ્યમાં જળસંકટ ઘેરાયુઃ સિંચાઈ માટે નર્મદા ડેમમાં માત્ર 2 ટાકા જ પાણી

રાજ્યમાં જળસંકટ ઘેરાયુઃ સિંચાઈ માટે નર્મદા ડેમમાં માત્ર 2 ટાકા જ પાણી

રાજ્યમાં આ વખતે મેઘરાજાએ કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં નહિવત માત્રામાં પોતાની કૃપા વરસાવી છે. ત્યારે રાજ્યમાં જળસંકટ વધુ ઘેરુ બનતુ જાય છે. ગુજરાતના ખેડુતો માટે માઠા સમાચાર આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમનું તળિયુ દેખાવા લાગ્યુ છે. ડેમમાં માત્ર 2 ટકા જીવંત પાણીનો જથ્થો બચ્ચો છે.
કેરળમાં પૂરથી 21,000 કરોડનું નુકસાન, કોચી એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ

કેરળમાં પૂરથી 21,000 કરોડનું નુકસાન, કોચી એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ

કેરળમાં આવેલા પૂરના કારણે 21,000 કરોડનું નુકસાન થયું છે. રાજ્યની અનેક સડક પાણીમાં ધોવાઈ ગઈ છે. નુકસાનના પગલે રાજ્ય સરકારે 2,000 કરોડ રૂપિયા સહાયની માગ કેન્દ્ર સરકાર પાસે માગી છે. રાજ્યમાં અનેક લોકો બેઘર થયા છે. તો ત્રણ લાખથી વધુ લોકોને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. કોચ્ચી એરપોર્ટને 26 ઓગસ્ટ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
WhatsApp બેકઅપ પ્રક્રિયા માટે કરી રહ્યું છે ફેરફાર

WhatsApp બેકઅપ પ્રક્રિયા માટે કરી રહ્યું છે ફેરફાર

સોશિયલ મેસેન્જિંગ એપ WhatsApp પોતાની બેકઅપ લેવાની સિસ્ટમમાં ફેરફાર કરવાની છે. જે મુજબ ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કર્યા વિના સીધો વોટ્સએપમાં બેકઅપ લઇ શકાશે. 12 નવેમ્બરથી WhatsApp નું બેકઅપ ગૂગલ ક્લાઉડ સ્ટોરેજ નહીં થાય. નવેમ્બરમાં WhatsApp ના એપડેટ થવાની સાથે જુનાં WhatsAp બેકઅપ(Photo, Video, Chat) જેને આખુ વર્ષ અપડેટ નહીં કરેલ હોય તે વ્યક્તિનો ડેટા ડિલીટ થઇ જશે.
Ind vs Eng : ત્રીજી ટેસ્ટ : બીજો દિવસ : ભારતનો સ્કોર 329 રન, ઇંગ્લેન્ડ 9/0

Ind vs Eng : ત્રીજી ટેસ્ટ : બીજો દિવસ : ભારતનો સ્કોર 329 રન, ઇંગ્લેન્ડ 9/0

ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડે અત્યારે કોઇ નુકસાન વગર 9 રન બનાવી લીધા છે. એલિસ્ટર કૂક 5 અને કિટન જેનિંગ્સ હાલ ક્રીઝ પર છે. આ પહેલા ભારતની પહેલી ઇનિંગમાં 329 રનનો સ્કોર કર્યો. બીજા દિવસે 307/6ના સ્કોરથી આગળ રમવા મેદાને ઉતરેલી ટીમે ફટાફટ વિકેટ્સ ગુમાવી દીધી. એન્ડરસને એક જ ઓવરમાં ઇશાંત અને શમીને આઉટ કરીને ભારતને મોટો સ્કોર કરતા અટકાવી દીધા.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more